મારે હવે બીજી વખત દુલ્હન નથી બનવુ : કૃતિ ખરબંદા

પોતાની બે ફિલ્મ શાદી મેં જરુર આના અને રીલીઝ થવા જઈ રહેલ વીરે કી વેડિંગમાં કૃતિ દુલ્હન બની છે
By: admin   PUBLISHED: Wed, 21 Feb 2018 17:25:54 +0530 | UPDATED: Wed, 21 Feb 2018 18:29:34 +0530

લગ્નને લઈ કૃતિએ આપ્યુ નિવેદન

ફિલ્મ શાદી મેં જરુર આનામાં નજરે પડી ચુકેલ અભિનેત્રી કૃતિ ખરબંદા હવે વીરે કી વેડિંગમાં પણ ભારે ધમાલ મચાવવા તૈયાર છે.  રીયલ લાઈફમાં લગ્નની જરુર ન હોવાનુ માનતી કૃતિ પોતાની આ ફિલ્મમાં એટલી વખત દુલ્હન બની ચુકી છે કે તે હવે બીજી વખત દુલ્હન બનવા નથી માંગતી.

એટલુ જ નહીં તેણે પોતાની માતાને કહી દીધુ છે કે જો ભવિષ્યમાં લગ્ન કરશે તો પણ તે લહેંગામાં ભાગીને કરશે. ફિલ્મ વીરે કી વેડિંગના પ્રમોશન દરમિયાન એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કૃતિએ કેટલીક રસપ્રદ વાતો કરી. કૃતિએ તેને ડર કેમ લાગે છે તે અંગે જણાવ્યુ કે, યુવતિઓના માથા પર લખેલ છે કે તે બિયર નથી પી શકતી.

કૃતિએ જણાવ્યુ કે, મહિલાઓને પણ એટલો જ હક હોવો જોઈએ જેટલો અન્યોને છે. તે શું પહેરી શકે છે કે શું નહીં તે કોઈ નિર્ણય ન લઈ શકે તેનો નિર્ણય મહિલા જાતે જ કરી શકે. અસલમાં પ્રોબ્લેમ લોકોની પરવરિશમાં હોય છે. તેનાથી વિચારમાં ઘણો ફરક પડે છે. મારા ઘરમાં મને શિખવવામાં આવ્યુ છે કે છોકરો અને છોકરીમાં કોઈ અંતર નથી. મારા વિચાર અલગ છે અને બની શકે કે અન્યના પણ વિચાર અલગ હોય. મહત્વનુ છે કે વીરે કી વેડિંગમાં કૃતિ પુલકિત સમ્રાટ સાથે રોમાન્સ કરતી નજરે પડશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.