હાર્દિકે કહ્યું : સેક્સ કરીને આવું છું તો ઘરે જાણ કરૂ છું,રાહુલે કહ્યું: મારા પાકિટમાંથી કોન્ડોમ પકડાયો, બંને પર બે વન-ડેનો લાગી શકે છે પ્રતિબંધ

કરણ જોહરના શો કોફી વિથ કરણમાં ક્રિકેટરોએ મહિલાઓ સાથેના સંબંધો પર પોતાનો બોલ્ડ મત આપ્યો
By: Monika Vyas   PUBLISHED: Thu, 10 Jan 2019 17:48:26 +0530 | UPDATED: Sat, 12 Jan 2019 01:04:34 +0530


મુંબઇ

કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણમાં યુવતી અને તેમના સંબંધોને લઇને બોલ્ડ સ્ટેટમેન્ટ આપનાર યુથ આઇકોન જેવા બે ક્રિકટરો હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર બે વનડેનો પ્રતિબંધ લાગી શકે છે. બીસીસીઆઈમાં નિયુક્ત કમિટી ઓફ એડમીનીસ્ટ્રેટર(CoA)ના પ્રેસીડન્ટ વિનોદ રાયે આ બંને ખેલાડીઓ પર બે-બે વન-ડે મેચ પર બેન મુકવાની ભલામણ કરી છે.

CoAના બીજા સદસ્ય ડાયના ઈડુલ્જીએ આ મામલાને બીસીસીઆઈના લીગલ સેલ પાસે મોકલ્યો છે.

કોફી વિશ કરણ શોમાં હાર્દિક પંડ્યાએ ઘણી મહિલાઓ સાથે પોતાના રિલેશન બતાવ્યા હતા, આટલું જ નહીં તેણે એમ પણ કહ્યું હતું કે તે પોતાના માતા-પિતા સાથે પણ આ મામલે ખૂબ ઓપન છે અને તે સેક્સ કરીને આવે છે તો પણ ઘરે જાણ કરે છે કે આજ મેં કર કે આયા હું...

આવી રીતે કેએલ રાહુલે પણ કહ્યું હતું કે તેના પાકિટમાંથી એક વખત તેની મમ્મીએ કોન્ડોમ પકડ્યો હતો.રાહુલે એમ પણ કહ્યું હતું કે તેઓ નવેમ્બર મહિના દરમિયાન સેક્સ નથી કરતા.

 

ટોક શો કૉફી વિથ કરણમાં ભારતની ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર કેએલ રાહુલે શોના હોસ્ટ કરણ જોહરના બોલ્ડ સવાલોના હોટ જવાબો આપ્યા હતા. કરણ જોહર દ્રારા હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, "હું તેઓને જોવા માંગું છું કે, તેમની ચાલ ચલગત કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે.

 

હાર્દિક પંડ્યાની કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ નિંદા થઈ હતી અને આ બાદ તેણે બુધવારે ટ્વિટર પર માફી માંગી હતી. બીસીસીઆઈએ બંને ખેલાડીઓને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. બંને ખેલાડીઓએ જવાબ આપવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું હતું કે કોફી વિથ કરણ"માં પોતાની ટિપ્પણી માટે હું તે વ્યક્તિ પાસે માંફી માંગું છું જેઓને હું એ કોઈ પણ પ્રકારનું દુઃખ પહોચાડ્યું છે.

૨૫ વર્ષીય ઓલરાઉન્ડરે વધુમાં કહ્યું કે ઈમાનદારીથી કહું તો, હું એ શોની પ્રકૃતિ સાથે ભાવનાઓમાં વહી ગયો હતો. હું કોઈ પણ પ્રકારની ભાવનાઓનો અનાદર કરવા માંગતો ન હતો.

ટીમ ઈન્ડિયાના શનિવારે ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડેની સીરીઝ રમવાની છે. આ બંને ખેલાડીઓ સીરીઝ માટે ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં ઉપસ્થિત છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.