સમયસર સારવાર નહીં થવાથી મોતનો આંકડો રોકેટ ગતિથી વધ્યો...

ક્રોનિક કિડની રોગ : સાવધાની જરૂરી
By: admin   PUBLISHED: Thu, 07 Feb 2019 23:30:38 +0530 | UPDATED: Thu, 07 Feb 2019 23:30:38 +0530

દુનિયાભરમાં આ બિમારીથી ૧૯.૫ કરોડ મહિલાઓ ગ્રસ્ત : દર વર્ષે બિમારીના કારણે છ લાખ મહિલાઓના મોત થઇ રહ્યા છે

દુનિયાભરમાં મોટી સમસ્યા બનીને ઉભરી રહેલી ક્રોનિક કિડની બિમારીના કારણે તબીબો સામે પણ નવા નવા પડકારો ઉભા થઇ રહ્યા છે. સમસસર સારવાર નહીં થવાના કારણે આ બિમારી વધારે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહી છે અને મોટી સંખ્યામાં મહિલાઓના મોત થઇ રહ્યા છે. અસમય મૃત્યુના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.

આંકડા દર્શાવે છે કે આ બિમારીના કારણે દુનિયાભરમાં આશરે ૧૯.૫ કરોડ મહિલાઓ ગ્રસ્ત બનેલી છે. સાથે સાથે દર વર્ષે આ તકલીફના કારમે આશરે છ લાખ મહિલાઓના મોત થઇ રહ્યા છે. ક્રોનિક કિડની ડિસીઝ હોવાના કારણે મહિલાઓની હાલત કફોડી બની રહી ચે. આ બિમારી થવા માટેના કેટલાક કારણો રહેલા છે. જેમાં સૌથી મુખ્ય કારણ તો ડાયાબિટીસ છે. સાથે સાથે સ્થુળતા પણ કેટલાક કારણો ૈપૈકી એક કારણ છે. નિષ્ણાંત તબીબો કહે છે કે હાઇ બીપી, કિડની સાથે જોડાયેલી અન્ય તકલીફ પણ તેના માટે કારણરૂપ છે.

કિડની સાથે જોડાયેલા પારિવારિક ઇતિહાસ,, પથરી અને એન્ટીબાયોકિ દવાનો જરૂર કરતા વધારે ઉપયોગ કરવાથી તેની અસર થાય છે. આ બિમારી ઘર કરી જાય છે. જાણકાર તબીબો કહે છે કે ક્રોનિક કિડની ડિસીઝને રોકવા માટે અને તેને વધારે આગળ વધતા રોકવા માટે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં આવે તે જરૂરી છે. આ બન્ને પર અંકુશ મુકીને બિમારી પર બ્રેક મુકી શકાય છે. જો કે વર્તમાન સ્થિતીમાં જ્યારે લોકો અસ્વસ્થ જીવન શેલી અપનાવી રહ્યા છે ત્યારે આ સ્થિતીનો સામનો કરવાની બાબત પડકારરૂપ છે.

ક્રોનિક કિડની ડિસીઝના સંબંધમાં મહિલાઓને વધુને વધુ માહિતી આપીને તેની તકલીફથી બચાવી શકાય છે. જો બિમારીની પહેલાથી જ જાણ થઇ જાય તો સારવાર સરળતાથી થઇ શકે છે. તેની ગતિને ખાવા પીવાની ટેવમાં ફેરફાર કરીને અને ધુમ્રપાનને ટાળીને બચી શકાય છે. વજનને નિયંત્રિત કરી શકાય છે. દવાનો ઉપયોગ પણ અસરકારક સાબિત થઇ શકે છે. પરંતુ જો કિડની એટલી નુકસાનગ્રસ્ત થઇ ગઇ છે કે તે કામ કરવામાં સક્ષમ નથી તો રોગીને ડાયાલિસીસની સલાહ આપવામાં આવે છે.

નિષ્ણાંત તબીબો કહે છે કે જ્યારે આ બિમારી એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય છે ત્યારે પેરિટોનિયલ ડાયાલિસીસ ખુબ  અસરકારક સાબિત થાય છે. આ સારવારની સુરક્ષિચ અને સુવિધાજનક તરીકા પૈકી છે. ડાયાલિસીસ સાથે જોડાયેલી સમસ્યા ઓછી હોય છે. સાથે સાથે રોગીની લાઇફમાં ગુણવત્તાને સુધારે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ ઊંચાઈ ધરાવતા લોકોમાં કેન્સરનો ખતરો અન્ય કરવા વધારે રહે છે. લાંબા કદની મહિલાઓમાં પણ કેન્સરનો ખતરો વધી જાય છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે.

આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓની હાઈટમાં દર ૧૦ સેન્ટીમીટરનો વધારો થવાથી કેન્સરના ખતરામાં ૧૬ ટકાનો વધારો થઈ જાય છે. અગાઉના અભ્યાસમાં હાઈટ અને કેન્સરના ખતરા વચ્ચે સંબંધોની વાત કરવામાં આવી હતી પરંતુ આ નવા અભ્યાસમાં વધુ એક પગલું આગળ વધીને જણાવવામાં આવ્યું છે કે હાઈટના સંબંધ કેન્સરના ખતરા સામે રહેલું છે. જુદા જુદા વર્ગ અને લાઈફ સ્ટાઈલ અપનાવનાર મહિલાઓ ઉપર જુદી જુદી રીતે કેન્સર થવાનો ખતરો વધી જાય છે. નવા અભ્યાસમાં અન્ય ઘણી ચોંકાવનારી બાબાત પણ ગણવામાં આવી છે.

નવા અભ્યાસના તારણો રજૂ કરનાર ટીમના વડા ડૉક્ટર જેન ગ્રીને કહ્યું છે કે અમે આ અભ્યાસ મારફતે એ બાબત સાબિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે કે વધારે હાઈટના કારણે કેન્સર થવાનો ખતરો  એક જગ્યા ઉપર નથી પરંતુ એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને નોર્થ અમેરિકાના દેશોમાં પણ છે. તેમણે કહ્યું છે કે હાઈટ અને કેન્સરના રિસ્ક વચ્ચે સીધા કનેક્શન છે. આનો મતલબ એ થયો કે વધતી વયેથી કેન્સરને દૂર રાખવાના પ્રયાસો થવા જોઈએ.

બ્રિટનમાં વર્‌, ૧૯૯૬થી ૨૦૦૧ વચ્ચે પોતાની નોંધની કરનાર ૧૩ લાખ મહિલાઓને આવરી લઈને આ અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ ૧૦ વર્ષમાં શોધ કરવામાં આવ્યા બાદ ૯૭,૦૦૦ મહિલાઓમાં કેન્સર હોવાની બાબત સપાટી ઉપર આવી હતી. લાંબી  મહિલાઓમાં કેન્સર થવા કારણો અભ્યાસમાં જાણવામાં મળ્યા નથી પરંતુ બ્રિટનમાં આવેલા અભ્યાસને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.