ફિલ્મમાં બે અભિનેત્રીની તુલના ન હોય : કિયારા

કિયારા અડવાણી હાલમાં જ લસ્ટ સ્ટોરીમાં પોતાના અભિનયને લઈ ચર્ચામાં આવી
By: admin   PUBLISHED: Thu, 05 Jul 2018 17:05:48 +0530 | UPDATED: Thu, 05 Jul 2018 17:05:48 +0530

મુંબઈ,

ફિલ્મ પગલીથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર કિયારા અડવાણી હાલમાં જ લસ્ટ સ્ટોરીમાં પોતાના અભિનયને લઈ ચર્ચામાં આવી છે. તેણે પોતાના અભિનયથી તમામને પ્રભાવિત કર્યા છે. તેને એટલી પ્રશંસા મળી કે તે ખૂદ પર ગર્વ કરી રહી છે. તેનું કહેવુ છે કે હિન્દી ફિલ્મો ઉપરાંત દક્ષિણમાં પણ મારા પ્રશંસકો મોટી સંખ્યામાં છે. આ એ લોકો છે જે મારા કામને ફોલો કરે છે. આ લોકો માટે મારે ફિલ્મોને એન્ટરટેઈનિંગ બનાવવી પડશે. તે સમયે મારો એજન્ડા એ જ છે કે હું ખૂદને તેમના પ્રેમ માટે કાબેલ બનાવવાની કોશિશ કરું. લસ્ટ સ્ટોરી મહિલાઓ પર આધારીત ચાર અલગ અલગ વાર્તા રજુ કરતી ફિલ્મ હતી. જેમાં રાધિકા આપ્ટે, ભૂમિ પેડનેકર, મનીષા કોઈરાલા, નેહા ધુપિયા અને કિયારા નજરે પડી હતી.

આ અંગે તેને પ્રશ્ન કરાયો કે આટલી બધી એકથી એક ચઢીયાતી અભિનેત્રી સાથે કામ કરીને તેને અસુરક્ષા અનુભવાઈ નથી? તો તેણે જણાવ્યુ કે, ઈમાનદારીથી કહું તો મારુ સંપૂર્ણ ધ્યાન સ્ટોરી પર હતું. ફિલ્મમાં કોઈ બે અભિનેત્રીની તુલના થઈ નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.