બોલીવુડમાં પોતાને અસુરક્ષિત અનુભવતી હતી કેટરીના કૈફ

જગ્ગા જાસુસ અને બાર બાર દેખો જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ જતા કેટરીનાની કારકિર્દી ખતરામાં હતી
By: admin   PUBLISHED: Tue, 09 Jan 2018 12:43:55 +0530 | UPDATED: Tue, 09 Jan 2018 12:43:55 +0530

ટાઈગર જિંદા હૈની સફળતા બાદ કર્યો સ્વીકાર

કેટરીના કૈફ અને સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જિંદા હૈ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જોકે આ પહેલા કેટરીનાની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી.ત્યારે તેને એક હિટ ફિલ્મની તાતી જરુરીયાત હતી.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કેટરીનાએ જણાવ્યુ હતું કે આ સફળતા બાદ તે પોતાને સુરક્ષિત અનુભવી રહી છે. આ પહેલા રણબીર કપુર સાથેની જગ્ગા જાસુસ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની બાર બાર દેખો સુપર ફ્લોપ સાબિત થઈ હતી. જેના કારણે  એક તબક્કે કેટરીના કૈફને પોતાની નાવડી ડૂબતી નજરે પડી હતી.  જોકે ચાલુ વર્ષની શરુઆત કેટરીના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.

કેટરીનાએ જણાવ્યુ હતું કેપહેલા હું પોતાને સુરક્ષિત અનુભવતી નહતી પરંતુ મેં ખૂબ જ મહેનત કરી અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરી રહી હતી. જોકે હવે પોતાના કામથી હું સંતુષ્ટ છું અને આ સફળતાને આગળ વધારવા માંગુ છું.

કેટરીનાએ જણાવ્યુ હતું કે દરેક વ્યક્તિમાં કેટલીક ખામી હોય છે અને હું મારી ખામીઓને સારી રીતે જાણું છું. જેથી ખામીને સુધારવા માટે સતત પ્રયત્ન કરું છું મહત્વનુ છે કે કેટરીના ચાલુ વર્ષે વિજયકૃષ્ણ આચાર્યની ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાનમાં નજરે પડશે. જેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને આમિર ખાન પણ નજરે પડશે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.