કથુઆ કેસ:સુપ્રિમ કોર્ટે પીડીત પરિવારને સિક્યોરીટી આપવા આદેશ કર્યો,કેસ બીજા રાજ્યમાં ખસેડવા થઇ અપીલ

જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ ફટકારી ૨૭મી સુધી જવાબ માંગ્યો : પીડિત પરિવારને સુરક્ષા આપવા આદેશ
By: Monika Vyas   PUBLISHED: Mon, 16 Apr 2018 16:29:16 +0530 | UPDATED: Tue, 17 Apr 2018 15:56:16 +0530

સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાંસફર કરવા આપ્યો આદેશ

કઠુઆમાં ૮ વર્ષની બાળકી પર થયેલ રેપ અને મર્ડર કેસને રાજ્ય બહાર ચંદીગઢની કોર્ટમાં ટ્રાંસફર કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર સરકાર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે રાજ્ય સરકાર પાસે ૨૭ એપ્રિલ સુધી પોતાનો જવાબ રજુ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પીડિત પરિવાર અને તેમના વકિલને પણ સુરક્ષા પુરી પાડવા જણાવ્યુ છે.

સુપ્રીમ કોર્ટે પોતાનો આ નિર્દેશ ભોગ બનેલ બાળકીના પિતાની અરજી પર આપ્યો. પિતાએ પોતાના પરીવાર અને વકિલને સુરક્ષા પુરી પાડવા માંગ કરી હતી.આ ઉપરાંત તેમણે કોર્ટને એ જુવેનાઈલ હોમની સુરક્ષા વધારવા માટે નિર્દેશ કરવા માંગ કરી હતી જ્યાં ૮ આરોપીઓમાંથી એક કિશોર આરોપીને રાખવામાં આવ્યો છે.

બાળકી તરફથી કેસ લડી રહેલ વકીલ દીપિકાએ જણાવ્યુ કે, સુપ્રીમ કોર્ટે અમને (પીડિત પરિવાર અને તેમના વકીલ) સુરક્ષા પુરી પાડવા માટે અધિકારીઓને નિર્દેશ કર્યો છે.   આ પહેલા વકિલ દીપિકા સિંહ રાજવંતે પોતાને મળી રહેલ ધમકીઓનો હવાલો આપતા જણાવ્યુ હતું કે મારા જીવને પણ ખતરો છે.

દીપિકાસિંહે જણાવ્યુ હતું કે મારો પણ રેપ થઈ શકે છે અથવા તો મારી હત્યા થઈ શકે છે. ત્યારે આ દરમિયાન કઠુઆ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે મામલાની સુનાવણી ૨૮ એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે. કઠુઆ જિલ્લા કોર્ટમાં ક્રાઈમબ્રાંચ દ્વારા સાત આરોપીઓને રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આગામી સુનાવણી ૨૮ એપ્રિલે હાથ ધરાશે. 

આ પણ વાંચો,

કઠુઆ રેપ-હત્યા કેસને જમ્મુ-કાશ્મીર બહાર ટ્રાન્સફર કરવા સુપ્રિમ કોર્ટમાં પીટીશન,પીડીતાની વકિલને મળી રેપની ધમકી

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.