જમ્મુ
દેશ
આખાને હચમચાવનાર કાશ્મીરના કઠુઆ રેપ અને હત્યા કેસની કઠુઆની ડીસ્ટ્રીક્ટ અને
સેશન્સ કોર્ટમાં પહેલી સુનવણી થઇ હતી.જો કે કોર્ટમાં કેસની સુનવણી અગાઉ જ પીડીતાના
વકિલ દીપીકા સિંહ રાજાવતે જણાવ્યું હતું કે તેમને રેપ અને હત્યાની ધમકીઓ મળી રહી
છે.પોતાની હત્યાની શંકા બતાવીને દીપીકા સિંહે આ કેસને જમ્મુ-કાશ્મીર બહાર
ટ્રાન્સફર કરવા માંગણી કરી છે.
કઠુઆ
રેપ-હત્યા કેસની પીડીતાના પિતાએ સોમવારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું
હતું કે તેમની સેફ્ટી જોખમમાં હોવાથી આ કેસને જમ્મુ કાશ્મીરની બહાર ટ્રાન્સફર
કરવામાં આવે.સુપ્રિમ કોર્ટે આ મામલે અરજન્ટ સુનવણી કરશે. પીડિતાના પરિવારે
અરજીમાં કહ્યું છે કે આ કેસને ચંદીગઢ ટ્રાંસફર કરવામાં આવે કેમકે જમ્મુમાં આ કેસની
યોગ્ય રીતે સુનાવણી નહીં થાય.
આ ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કેસ રાજ્ય
બહાર ટ્રાંસફર ન થાય ત્યાં સુધી તેની તપાસ આગળ ન વધે. સુપ્રિમ કોર્ટ આ
અંગે સોમવારે બપોર પછી ચુકાદો આપી શકે છે.
આ
દરમિયાન પીડીતાની એડવોકેટ દીપીકા સિંહ રાજાવતે કહ્યું હતું કે, મને નથી ખબર હું
ક્યાં સુધી જીવતી રહીશ. મારી સાથે દુષ્કર્મ પણ થઈ શકે છે અને મારી હત્યા પણ થઈ શકે
છે.
કઠુઆમાં
8 વર્ષની બાળકી સાથે રેપ કર્યા બાદ તેની કરવામાં આવેલી હત્યાના મામલે રાજ્ય બહાર
કેસ ટ્રાન્સફર કરવા પીડીતનો પરિવાર સુપ્રિમ કોર્ટમાં અરજી કરી શકે છે.પીડીત પરિવારનું
કહેવું છે કે તેમને આરોપીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.
કઠુઆના
એક નાના ગામના મંદિરની દેખભાળ કરતાં સાંજી રામને આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ
બતાવવામાં આવે છે.સાંજી રામ સાથે પોલિસ અધિકારી દીપક ખજુરીયા અને સુરેન્દ્ર વર્માએ
આ દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોર્ટમાં
રજુ થયેલી ચાર્જશીટમાં કઠુઆમાંથી અલ્પસંખ્યક ધુમંતુ સમુદાયને ભગાડવાનું સુનોયજીત
ષડયંત્ર જણાવ્યું છે.
કઠુઆ
કોર્ટે આજે આરોપીઓના વકિલોને ચાર્જશીટ આપી હતી અને વધુ સુનવણી 27 એપ્રિલે રાખવામાં
આવી છે.
સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય
છે?