અમારા ધારાસભ્યોને ખરીદવા 100 કરોડની લાલચો અપાય છે : કુમારસ્વામી

કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ ભાજપ પર હોર્સ ટ્રેડીંગનો આરોપ મુક્યો
By: Monika Vyas   PUBLISHED: Wed, 16 May 2018 14:59:41 +0530 | UPDATED: Thu, 17 May 2018 16:38:37 +0530

 બેગ્લુર

કર્ણાટકમાં સરકાર બનાવવા સર્જાયેલ વિકટ પરિસ્થીતીને લઇને રાજકીય ધમાસાણ સર્જાયુ છે.કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ ભાજપ પર હોર્સ ટ્રેડીંગનો આરોપ મુક્યો છે.કોંગ્રેસની ધારાસભ્યના દળની બુધવારે મળેલી મીટીંગમાં 78 ધારાસભ્યોમાંથી 74 હાજર રહેતાં અનેક તર્ક વિતર્ક ચાલુ થયાં હતા.બીજી તરફ જેડીએસના નેતા એચ ડી કુમારસ્વામીએ ભાજપ પર સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે અમારા ધારાસભ્યોને તોડવા ભાજપ કેબીનેટનું મંત્રીપદ અને 100 કરોડ રૂપિયાની લાલચ આપી રહી છે.આ 100 કરોડ રૂપિયા કાળા નાણાંના છે અને તે ક્યાંથી આવે છે તે તપાસનો વિષય છે.ઇન્ક્મટેક્સના ઓફિસરો ક્યાં છે?

કોંગ્રેસના આરોપ પ્રમાણે ધારાસભ્યોને તોડવા માટે પ્રયત્નો શરૂ થયા છે. કોંગ્રેસના ૩ ધારાસભ્યો અને જેડીએસના ૨ ધારાસભ્યો ગુમ હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. જેડીએસ ધારાસભ્યદળની બેઠકમાં ધારાસભ્ય રાજા વૈંકટપ્પા નાયક અને વેંકટ રાવ નાદાગૌડા હાજર રહ્યા ન હતા. તેમજ તેમનો કોઈ સંપર્ક પણ થઈ રહ્યો નથી. જેના કારણે આ ફરિયાદ કરવામાં આવી રહી છે.

જો કે કોંગ્રેસના ડીકે શિવકુમારે કહ્યું હતું કે અમારા 78 ધારાસભ્યો એકજુટ છે અને અમારૂ લક્ષ્ય સેક્યુલર સરકાર આપવાનું છે.

જેડીએસના નેતા કુમારસ્વામીએ જણાવ્યુ છે કે ભાજપ સાથે ગઠબંધન કે તેમને ટેકો આપવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.  જેડીએસનુ કહેવુ છે કે ભાજપ દ્વારા અમારા પાંચ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેની ધારાસભ્યદળની બેઠકમાં પણ રાજશેખર પાટીલ, નરેન્દ્ર સિંહ અને અનંત સિંહ હાજર રહ્યા ન હતા.

કોંગ્રેસે તેમના ધારાસભ્યોની રાજભવન સુધી પરેડ કરવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.

માનવામાં આવી રહ્યુ છે કે આ ત્રણેય ધારાસભ્યો રેડ્ડી બંધુઓના નજીકના હોવાનુ મનાઈ રહ્યુ છે. દરમિયાન પોતાના ધારાસભ્યોનો ભાજપ દ્વારા સંપર્ક કરવામાં ન આવે તે માટે કોંગ્રેસે એક રિસોર્ટમાં ૧૨૦ રૂમ બુક કરાવ્યા છે. માનવામાં આવી રહ્ય છે કે તમામ ધારાસભ્યોને અહીં રાખવામાં આવશે. તેમજ ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરવામાં ન આવે તેની તકેદારી રાખવામાં આવશે. કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ જણાવ્યુ હતુ કે અમને કોંગ્રેસના તમામ ધારાસભ્યો પર વિશ્વાસ છે. ભાજપ તેમને તોડવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે. ભાજપને લોકશાહી વ્યવસ્થામાં વિશ્વાસ નથી. તેઓ નાણા અને સત્તાના દમ પર તોડ-મરોડ કરીને સરકાર બનાવવા પ્રયત્ન કરી રહી છે.


Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.