અચાનક બદલાયા સમીકરણો,કોંગ્રેસ-જેડીએસ બનાવી શકે છે સરકાર,બંને પક્ષોના નેતાઓએ બતાવી તૈયારી

કર્ણાટકમાં સરકાર બનાવવાના સમીકરણો બદલાયા,જીતીને પણ હાર્યો ભાજપ
By: Monika Vyas   PUBLISHED: Tue, 15 May 2018 16:29:16 +0530 | UPDATED: Wed, 16 May 2018 23:32:35 +0530

બેંગ્લુર

કોંગ્રેસ કે ભાજપ એમ કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળતા  કર્ણાટકમાં સરકાર બનાવવા પર મોટુ સસપેન્સ ઉભું થયું છે.વિધાનસભાની 222 સીટોમાં ભાજપ 104 સીટો પર જીત્યું છે તો કોંગ્રેસ 78 સીટો પર વિજયી બન્યું છે.જેડીએસ 38 સીટો જીત્યું છે.


આવી ત્રિશંકુ સ્થિતિમાં ભાજપ અને કૉંગ્રેસે જેડીએસ સાથે મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે.

કર્ણાટકમાં આ પરિસ્થિતિ જોતાં કોઇ એક પક્ષે પુર્ણ બહુમત તરફ આગળ નથી વધી રહ્યો અને તેવા સંજોગોમાં ગઠબંધનની સરકાર બની શકે છે.

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાની જાહેરાત કરી છે.કોંગ્રેસે જેડીએસના એચ ડી કુમારસ્વામી  મુખ્યમંત્રી બને તો ટેકો આપવાની પણ તૈયારી બતાવી હતી.

કોંગ્રેસના સિદ્ધરમૈયાએ ગવર્નરને મળવાની તૈયારી બતાવીને જેડીએસ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો,તો બીજી તરફ જેડીએસએ પણ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની તૈયારી બતાવી હતી.જેડીએસના નેતા દેનિશ અલીએ જણાવ્યું હતું કે અમે ભાજપને સત્તા બહાર રાખવાના તમામ પ્રયત્નો કરીશું.જો કોંગ્રેસ અમને ટેકો આપશે તો અમે તેમની સાથે મળીને રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરીશું.


JD(S) had always maintained that HD Kumaraswamy will be CM. As per results, we're doing everything to keep BJP out of power. Congress has extended its support, we have accepted it. We will jointly go to meet Governor after 5.30 pm today: Danish Ali, JD(S)


કોંગ્રેસના સીનીયર નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે અમારી દેવ ગોવડા અને કુમારસ્વામી સાથે ટેલીફોનિક વાતચીત થઇ છે.તેમણે અમારી ઓફર સ્વીકારી છે.અમે સાથે મળીને સરકાર બનાવી શકીએ છીએ.

કોંગ્રસના કર્ણાટકના નેતા કેસી વેણુગોપાલે પણ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસ સાથે મળીને રાજયપાલ સમક્ષ સરકાર રચવા માટે દાવો કરીશું.

જેડીએસના સીએમ પદના દાવેદાર કુમારસ્વામીએ પણ કહ્યું કે અમે અગાઉ કીંગ મેકરની ભુમિકામાં હતા પરંતું હવે કીંગ બનીશું.JD(S)'s HD Kumaraswamy seeks appointment from the Governor of this evening, writes we have accepted Congress's support to form the Government.


જો સરકાર બનાવવાના ગણિત તરફ નજર નાંખીએ તો કોંગ્રેસને 75 સીટ મળે અને જેડીએસને 40 સીટો મળે તો બંને મળીને 115 સીટો થાય.કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 સીટોની જરૂર છે જે આંકડો આ બંને પક્ષો પસાર કરી શકે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.