કર્ણાટકની ચૂંટણીમાં અધધધ 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ

ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી વિધાનસભાની ચુંટણી બની ગઈ
By: Monika Vyas   PUBLISHED: Tue, 15 May 2018 12:20:33 +0530 | UPDATED: Fri, 18 May 2018 23:50:13 +0530

 બેંગલુરુ

કર્ણાટક વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં રાજકીય પાર્ટીઓએ એ હદે ખર્ચ કર્યો છે કે આ ચુંટણી ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી વિધાનસભાની ચુંટણી બની ગઈ છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ) દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. આ સેન્ટર વેબસાઈટ પર પોતાને એનજીઓ અને થીંકટેન્ક ગણાવે છે.

સીએમએસના રિપોર્ટમાં જણાવ્યા મુજબ અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં ૯,૫૦૦થી ૧૦,૫૦૦ કરોડ રૂપિયા વચ્ચેનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ કર્ણાટકમાં વર્ષ ૨૦૧૩માં યોજાયેલ વિધાનસભાનીં ચુંટણીના ખર્ચ કરતા લગભગ બમણો છે.

સર્વેમાં જણાવવામાં આવ્યુ છે કે આ ખર્ચમાં વડાપ્રધાનના અભિયાન પાછળ કરવામાં આવેલ ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી. છેલ્લા ૨૦ વર્ષમાં સીએમએસ દ્વારા જમીન સ્તર પર કરવામાં આવેલ સર્વેનાં આધારે સંકેત મળી રહ્યા છે કે કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં થયેલ ખર્ચ દેશના અન્ય રાજ્યોની વિધાનસભાનીં ચુંટણીઓમાં થયેલ ખર્ચ કરતા ઘણો વધારે છે.

સર્વેમાં સામે આવ્યુ છે કે વિધાનસભાનીં ચુંટણીમાં ખર્ચ મામલે કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ દેશના અન્ય રાજ્યો કરતા ઘણા આગળ છે. સીએમએસના અધિકારીએ જણાવ્યુ હતુ કે જો આજ રીતે ખર્ચ થશે તો આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચુંટણીમા વિવિધ રાજકીય પક્ષો દ્વારા કુલ મળીને ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. ગત લોકસભાની ચુંટણીમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ  કરાયો હતો. સર્વે મુજબ કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતા વ્યક્તિગત ખર્ચમાં ૭૫ ટકાનો વધારો થયો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.