કર્ણાટકમાં કોંગ્રેસના ટેપ વોર : ભાજપ પર પ્રહાર

૧૦ કરોડમાં સોદાના આક્ષેપો
By: admin   PUBLISHED: Sun, 10 Feb 2019 00:20:56 +0530 | UPDATED: Sun, 10 Feb 2019 00:20:56 +0530

નવીદિલ્હી,

કર્ણાટકમાં ઓડિયો ટેપ જારી કરવામાં આવ્યા બાદ આજે સવારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને ભાજપ અને વડાપ્રધાન મોદી ઉપર આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસે ભાજપ પર કર્ણાટકમાં હોર્સ ટ્રેડિંગ મારફતે ધારાસભ્યોને ૧૦ કરોડ રૂપિયાની ઓફર આપવાનો આક્ષેપ કર્યો હતો. કુમારસ્વામી સરકારને અસ્થિર કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે સીધીરીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

કર્ણાટકના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યો અને ટોપના નેતાઓ તેમની ગતિવિધિ ઉપર બ્રેક મુકે તે જરૂરી છે. કર્ણાટકની જેડીએસ સરકાર પૂર્ણરીતે સ્થિર છે. પોતાની અવધિ પૂર્ણ કરશે. વેણુગોપાલે કહ્યું હતું કે, ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ થઇ રહ્યા છે. ૧૦-૧૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. ચૂંટણી ખર્ચ આપવાની પણ વાત કરવામાં આવી રહી છે. દેશના બંધારણ સાથે રમત રમવામાં આવી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.