કરીના કપુરે ફગાવી દીધી આશુતોષ ગોવારીકરની ફિલ્મ

વીરે દી વેડિંગ હિટ જતા કરીનાને ઢગલાબંધ ફિલ્મોની ઓફર મળવાની શરુ થઈ પણ તે મોટી ફિલ્મ કરવાના મૂડમાં નથી
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 17:43:53 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 17:43:53 +0530

પુત્રને સમય ન આપી શક્તા કરીનાએ ફગાવી ફિલ્મ

એક્તા કપૂર અને રીયા કપુરની ફિલ્મ વીરે દી વેડિંગની સફળતા છતા કરીના કપૂરે તાજેતરમાં ટોચના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરની એક ફિલ્મ નકારી દીધી હોવાની વાત સામે આવી છે. આશુતોષ અગાઉ લગાન, જોધા અકબર અને સ્વદેશ જેવી હિટ ફિલ્મો આપી ચુક્યા છે. વીરે દી વેડિંગ હિટ નીવડતા કરીનાને ઢગલાબંધ ફિલ્મોની ઓફર મળવાની શરુ થઈ ગઈ છે.જોકે તે હાલ કોઈ મોટી ફિલ્મ કરવાના મૂડમાં ન હોવાનુ દેખાય છે.

કરીનાના જણાવ્યા મુજબ, મારા પુત્ર તૈમુરને મારી ખાસ જરુર છે, હું તેને હજી પણ બને તેટલો સમય આપવા માંગુ છું. જેથી કોઈ મોટા બજેટની કોઈ મોટી ફિલ્મ કરવી મારા માટે હાલ શક્ય નથી. સુપરહિટ ફિલ્મ આપલા માનુષની હિન્દી રીમેક માટે આશુતોષે કરીનાનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ કરીનાએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે અને કહ્યુ હતું કે મારો પુત્ર હજુ ખૂબ નાનો છે અને હાલના તબક્કે તેને મારી ખૂબ જરુર છે. મહત્વનુ છે કે કરીનાની નિકટના સુત્રનુ કહેલુ છે કે હાલ કરીનાની પ્રાયોરીટી એનુ સંતાન છે.જોકે તે આગામી સમયમાં ફિલ્મો સ્વીકારશે પરંતુ હાલના તબક્કે તે પોતાના પુત્રને સંપૂર્ણ સમય આપવા માંગે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.