પોતાના મહેમાનોને ઝેર પાવે છે કરણ જોહર : કંગના રનોટ

કરણ જોહર - કંગના રનોટ સ્ટાર ટીવીના રીયાલીટી શો ધ ઈન્ડિયન નેક્સ્ટ સુપરસ્ટારમાં મંચ ઉપર જોવા મળ્યા
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 13:01:10 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 13:01:10 +0530

કંગનાએ ફરી એકવાર કર્યો કરણ પર પ્રહાર

અભિનેત્રી કંગના રણોત અને કરણ જોહર વચ્ચેનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. બન્ને વચ્ચે બોલીવુડમાં ભાઈ-ભતીજાવાદને લઈને તકરાર થઈ હતી. ત્યારે હવે ફરી એકવાર કંગના અને કરણ વચ્ચે વાકયુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યુ છે. કરણ જોહર અને રોહિત શેટ્ટી ધ ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર શોના જજ તરીકે નજરે પડવાના છે. આ શોમાં તેમની સાથે જજ તરીકે જોડાવા કંગના રણોતને આમંત્રણ આપવામાં આવ્યુ હતું.

 કંગનાએ પણ જુની દુશ્મની ભુલીને આ આમંત્રણને સ્વીકાર્યુ છે. પરંતુ જ્યારે કંગનાને પૂછવામાં આવ્યુ કે કરણ પોતાના શોમાં મહેમાનોને શું પીવડાવે છે? તો કંગનાએ હસતા હસતા જવાબ આપ્યો કે કરણ પોતાના શોમાં આવતા મહેમાનોને ઝેર પીવડાવે છે. આ શોમાં કંગના અને કરણ એકબીજા સાથે ખૂબ જ સહજ નજરે પડ્યા હતા. થોડા દિવસ પહેલા જ્યારે કરણને પુછવામાં આવ્યુ હતું કે તે શું પોતાના શોમાં કંગનાને બોલાવવાનુ પસંદ કરશે. ત્યારે કંગનાએ જણાવ્યુ કે જો ચેનલ તેને આમંત્રણ આપશે તો હું તેનુ સ્વાગત કરીશ. અમારુ દિલ દિલદાર છે, અમારા દરવાજા ખુલ્લા છે. જેને પણ આમંત્રણ અપાશે તેનુ સ્વાગત છે. અમે તેનુ પ્રેમ અને ઇજ્જતથી સ્વાગત કરીશું. ત્યારબાદ કંગનાએ આ શોમાં જોડાવાનુ આમંત્રણ સ્વીકાર્યુ હતું. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.