હવે ફિલ્મોમાં પ્રોફીટ શેરીંગ માંગી રહી છે કંગના રણોત

કંગનાની ગત ત્રણ ફિલ્મ સિમરન, રંગૂન અને કટ્ટી બટ્ટી ફ્લોપ જતા તેની આ માંગ કેટલાકને ગળે ઉતરી નથી
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:02:27 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 13:02:27 +0530

આગામી બે ફિલ્મો માટે કંગનાએ કરી માંગ

એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અત્યારે બોલીવુડમાં અભિનેત્રી કંગના રણોતનો ડંકો વાગે છે તે બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. ક્વિન, તનુ વેડ્‌સ મનુ, ફેશન જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી તમામને પ્રભાવિત કરી ચુકેલ કંગના ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચુકી છે. ત્યારે હવે કંગના પોતાની આગામી બે ફિલ્મો મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી અને મેંટલ હૈ ક્યામાં ફીની સાથે સાથે પ્રોફિટ શેરની માંગ કરી રહી છે. 

હાલમાં જ સામે આવ્યુ છે કે, કંગનાને પૂરો વિશ્વાસ છે કે તેની આગામી આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરશે. જોકે કેટલાકને કંગનાના આ નિર્ણયથી આશ્ચર્ય પણ થયુ છે. કંગનાની ગત ત્રણ ફિલ્મો સિમરન, રંગૂન અને કટ્ટી બટ્ટી બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે, એવામાં કંગનાની પ્રોફિટ શેરીંગની માંગ ગળે ઉતરે તેવી નથી.

આપને જણાવી દઈએ કે, કંગનાની ફિલ્મ મણિકર્ણિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની બાયોપિક છે. આ ફિલ્મનુ ડાયરેક્શન તેલુગુ ડાયરેક્ટર કૃષ કરી રહ્યા છે. ફિલ્મમાં જિસ્શુ સેનગુપ્તા, અંકિતા લોખંડે, વૈભવ તત્વાદી, સોનુ સુદ પણ મુખ્ય ભૂમિકામાં છે. બીજીબાજુ મેંટલ હૈ ક્યામાં કંગના રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મનુ ડાયરેક્શન પ્રકાશ કોવેલામુડી કરી રહ્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.