જુનાગઢ કાર પલ્ટીમારી બસસ્ટેન્ડમાં ઘુસી જતાં ચાર યુવકોના મોત

જુનાગઢમાં માંગરોળમાં ગમખ્વાર અકસ્માત થયો હતો.
By: Monika Vyas   PUBLISHED: Sun, 10 Feb 2019 12:06:53 +0530 | UPDATED: Tue, 12 Feb 2019 17:19:42 +0530

જુનાગઢ

રવિવારે સવારે થયેલાં એક ગોઝારા અકસ્માતમાં કાર પલ્ટી મારી જતાંયચાર યુવકોના મોત થયા હતા.જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી ગામના બસસ્ટેન્ડમાં ઘૂસી ગઇ હતી. કારમાં સવાર ચાર યુવાનો નીખીલ વાળા, વીકી પીઠવા, મોહિત રાજા કોડીયાતર અને દેવા દિનેશભાઇ કરમટનાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનામાં ભોગ બનાર 4માંથી બે યુવાનો માંગરોળના શક્તિનગરમાં રહેતા રબારી પરિવારના હતા. જ્યારે બે યુવાનો લૂહાર પરિવારના હતા. ઘટનામાં ભોગ બનનાર એક યુવાનની બહેનના આજે લગ્ન છે. લગ્નના દિવસે જ ભાઇના મોતથી લુહાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.  

 

અકસ્માતવાળી કાર બસસ્ટેન્ડમાં ઘુસી જતાં અંદર બેઠેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.ઘટનાને પગલે લોકોના ટોળઆ એકત્ર થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા મૃતક યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ધડાકાભેર કાર બસસ્ટેન્ડમાં ઘૂસી જતા કાર પડીકુ વળી ગઇ હતી. જેસીબીની મદદથી ગ્રામજનોએ કારને બસસ્ટેન્ડમાંથી બહાર કાઢી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. પોલીસે મૃતકોની ઓખળ મેળવવા તજવીજ હાથ ધરી છે. 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.