જિગ્નેશ મેવાણીને રાજપૂત સંગઠનોએ આપી ધમકી

જિગ્નેશ મેવાણીને લુણાવાડામાં સભા યોજવી હોય કે રેલી કરવી હોય તે પહેલા માફી માંગે : મહાકાલ સેના
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:33:05 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:33:46 +0530

આજે લુણાવાડા ખાતે મેવાણીની સભા

દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયો છે. ત્યારે જિગ્નેશ મેવાણીને રાજપૂત સંગઠન દ્વારા ચીમકી આપવામાં આવી છે. એટલુ જ નહીં રાજપૂત સંગઠને જિગ્નેશ મેવાણીને માફી માંઘી ખુલાસો કરવા માટે પણ અલ્ટીમેટમ આપ્યુ છે.

રાજપૂત સંગઠન દ્વારા ચિમકી આપવામાં આવી છે કે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો લૂણાવાડામાં તેની સભા કે રેલી થવા નહીં દઈએ. આ અંગેની વિગતો એવી છે કે જિગ્નેશ મેવાણી આવતીકાલે એટલે કે ૧૩ જાન્યુઆરીએ મહિસાગરના લુણાવાડા ખાતે સભા કરવાનો છે. ત્યારે જિલ્લાના રાજપૂત સંગઠન મહાકાલ સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં દલિત નેતા જિગ્નેશ મેવાણી માફી માંગી ખુલાસો નહીં કરે તો આવતીકાલે સભા કે રેલી નહીં કરવા દેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.