Wednesday,19 September 2018,08:29:35

શ્રીદેવીના સ્ટેચ્યુના લોકાર્પણ માટે જ્હાન્વી ગઈ સ્વિટ્‌ઝરલેન્ડ?

શ્રીદેવી બીજી એવી હસ્તી કે જેની મૂર્તિ સ્વિટ્‌ઝરલેન્ડમાં લગાવવામાં આવશે,
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:42:40 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:42:40 +0530

મુંબઈ એરપોર્ટ પર જોવા મળી જ્હાન્વી

ચાલુ વર્ષે ૨૪ ફેબ્રુઆરીના રોજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનુ નિધન થયુ હતુ. તેના નિધનના પગલે દેશ-વિદેશમાં રહેતા તેના લાખો પ્રશંસકોને મોટો આઘાત લાગ્યો હતો. ત્યારે થોડા દિવસ અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે સ્વિટ્‌ઝરલેન્ડ ટુરીઝમ બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીના સન્માનમાં એક સ્ટેચ્યુ લગાવવા જઈ રહ્યુ છે. શ્રીદેવી બોલીવુડની બીજી એવી હસ્તી છે જેની મૂર્તિ સ્વિટ્‌ઝરલેન્ડમાં લગાવવામાં આવી રહી છે.

આ પહેલા લેજેંડરી ડાયરેક્ટર યશ ચોપડાનુ સ્ટેચ્યુ અહીં લાગેલુ છે. અસલમાં સ્વિટ્‌ઝરલેન્ડનુ ટુરીઝમ બોર્ડ શ્રીદેવીને સન્માનિત કરી દેશમાં પ્રવાસીઓને વધુ આકર્ષવા માંગે છે. આપને જણાવી દઈએ કે, શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ ચાંદનીનું શુટિંગ સ્વિટ્‌ઝરલેન્ડમાં જ થયુ હતુ.

આ ફિલ્મના ઘણા બધા સીન શ્રીદેવી અને ઋષિ કપુર પર સ્વિટ્‌ઝરલેન્ડમાં જ ફિલ્માવાયા હતા. ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ છે કે, શ્રીદેવીના સ્ટેચ્યુનુ ઈનોગ્રેશન તેની પુત્રી જ્હાન્વી કપુરના હાથે કરવામાં આવશે. આ અહેવાલને એટલા માટે વધુ સત્યતા મળી છે કારણકે ગત રાત્રે જ્હાન્વી કપુરને મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

સુત્રોનું કહેવુ છે કે તે સ્વિટ્‌ઝરલેન્ડ ગઈ છે. જોકે, જ્હાન્વી એકલા સ્વિટ્‌ઝરલેન્ડ જવા માટે રવાના નથી થઈ, પરંતુ તેની સાથે જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ ગયા છે. જ્હાન્વીએ એરપોર્ટથી રવાના થવાના કેટલાક ફોટો પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. મહત્વનુ છે કે, જ્હાન્વી કપુરે હાલમાં જ ઈશાન ખટ્ટર સાથેની ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.