1,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે જયા બચ્ચન સૌથી ધનવાન સસંદસભ્ય બનશે

જયા બચ્ચને તેની સંપત્તિ જાહેર કરી
By: Monika Vyas   PUBLISHED: Tue, 13 Mar 2018 09:51:37 +0530 | UPDATED: Wed, 14 Mar 2018 22:34:44 +0530

લખનૌ 

સમાજવાદી પક્ષની સભ્ય અને એક્ટર જયા બચ્ચન સૌથી વધુ સંપત્તિ ધરાવતી સસંદસભ્ય બની શકે છે.જયા બચ્ચને રાજ્યસભાના સભ્યના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું જેમાં કરેલાં સોગંદનામામાં તેમણે સંપત્તિ 1,000 કરોડ રૂપિયાની દર્શાવી છે.આ અગાઉ ભાજપના રાજ્યસભાના સભ્ય રવિન્દ્ર કિશોર સિંહાએ 2014માં 800 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેર કરી હતી.જો કે હવે જયા બચ્ચને 1,000 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરતાં તે કદાચ સૌથી સંપત્તિવાન સંસંદસભ્ય બની શકે છે.

જયા બચ્ચને 2012માં સમાજવાદી પક્ષના રાજ્યસભાના ઉમેદવાર તરીકે 493 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.જો કે હવે 2018માં જયા બચ્ચન અને તેમના પરિવારની આ સંપત્તિ ડબલ થઇને 1,000 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.

 

જયા બચ્ચને કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે કે બંને પતિ-પત્નિ પાસે 460 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે,જ્યારે 540 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે.

 

બચ્ચન દંપત્તિ પાસે 62 કરોડ રૂપિયાનું સોનું અને બીજી જ્વેલરી છે,જેમાં અમિતાભ પાસે 36 કરોડ રૂપિયાની જ્વેલરી છે,જ્યારે જયા બચ્ચન પાસે 26 કરોડની છે.

સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે બચ્ચન દંપત્તિ પાસે 12 વાહનો છે,જેની કિંમત 13 કરોડ રૂપિયા જેટલી છે.આ વાહનોમાં રોલ્સ રોય્સ, 3 મર્સિડીસ,એક પોર્શ અને એક રેન્જ રોવર કાર છે.રસપ્રદ રીતે બચ્ચન દંપત્તિ પાસે એક ટાટા નેનો અને ટ્રેક્ટર પણ છે.

અમિતાભ અને જયા પાસે 3.4 કરોડ રૂપિયાની ઘડિયાળો છે અને ફ્રાન્સના બ્રીગ્નોગન પ્લેગમાં 3,175 સ્કે.મીટરની સંપત્તિ છે.જયા પાસે લખનૌના કાકોરીમાં 2.2 કરોડ રૂપિયાની કિંમતની 1.22 હેક્ટર જમીન છે.  

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.