વૈજ્ઞાનિકોએ ત્રણ સુપર અર્થ સહિત ૧૫ નવા ગ્રહો શોધ્યા

૧૫ પૈકી એક ગ્રહ પર પાણી હોવાના સંકેતો મળ્યા
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 13:18:52 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 13:19:04 +0530

જાપાનના વૈજ્ઞાનિકોને મળી સફળતા

દૂરના અંતરીક્ષ ગ્રહો પર જીવનની શક્યતા શોધી રહેલ વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધન દરમિયાન ૧૫ નવા ગ્રહ શોધી કાઢ્યાનો દાવો કર્યો છે, જેનાથી ૩ ગ્રહ સુપર અર્થ હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. એટલુ જ નહીં એક ગ્રહ પર તો વૈજ્ઞાનિકોએ પાણી હાજર હોવાની પ્રબળ શક્યતા પણ દર્શાવી છે. 

આ પહેલા પણ વૈજ્ઞાનિકો અંતરીક્ષમાં કેટલાક ગ્રહો પર પાણીની શક્યતા દર્શાવી ચુક્યા છે. મંગળ ગ્રહ પર પણ પાણી શોધવામાં આવી રહ્યુ છે તેમજ ત્યાં માનવ વસ્તી સ્થાપિત કરવા અંગે સંશોધન ચાલીરહ્યુ છે. ત્યારે આ નવા ૧૫ ગ્રહો ટોકિયો ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. આ માટે દુનિયાના શ્રેષ્ઠ ટેલિસ્કોપનો સમાહોર પણ લેવામાં આવ્યો હતો. જેમાં અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસાના કે-૨, સુબારુ ટેલીસ્કોપ અને સ્પેનના નોર્ડીક ઓપ્ટિકલ ટેલીસ્કોપની મદદ લેવામાં આવી હતી. જેની મદદથી મળેલ આંકડાના અભ્યાસ બાદ આ નવા ગ્રહની શોધ કરવામાં આવી છે. આ માટે અનેક આધુનિક સાધનોની પણ મદદ લેવામાં આવી છે.

જાપાનના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, નવા શોધાયેલ આ તમામ ૧૫ ગ્રહો સૌર્ય મંડળથી બહાર આવેલા છે. તેઓ લાલ રંગના તારાની જેમ ચમકી રહ્યા છે. લાલ રંગના તારાઓ સામાન્ય રીતે નાના અને વધુ ઠંડા હોય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ગ્રહોના અભ્યાસ બાદ કેટલીક મહત્વની માહિતી મળી શકે છે. આ ૧૫ ગ્રહોમાંથી ૩ને સુપર અર્થ કહેવામાં આવી રહ્યા છે જે પૃથ્વીથી ૨૫૦ પ્રકાશ વર્ષ દૂર આવેલ કે-૨-૧૫૫ નામના તારાની આસપાસ પરિક્રમા કરે છે. જેમાંથી કે ૨ ૧૫૫ ડી ગ્રહ પર પાણી હોવાની શક્યતા રહેલી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.