જમાલપુરમાં મોડી રાત્રે ગટર સાફ કરવા જતા મજુરનુ મોત

મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે સુપરવાઈઝરે દલસુખભાઈને જબરદસ્તી ગટરમાં ઉતારી દીધા હતા
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 21:34:41 +0530 | UPDATED: Tue, 12 Jun 2018 21:34:41 +0530

ગુંગળાઈ જવાના કારણે થયુ મોત

હાઈકોર્ટ દ્વારા ગટરની સાફ સફાઈ માટે મજુરને  અંદર ઉતારવો નહીં તે પ્રકારની સંબંધિત તંત્રને કડક તાકીદ કરવામાં આવી હોવા છતા ગત મોડી રાત્રે શહેરના જમાલપુર વિસ્તારમાં ગટર સાફ કરવા માટે એક મજુરને ઉતારવામાં આવતા તેનુ ગુંગળામણના લીધે મોત થયુ હતું. આ ઘટનાને લઈ ભારે વિવાદ સર્જાયો છે. શહેરના જમાલપુરની રીયાઝ હોટલ પાસે ગત મોડી રાત્રે ગટરની સાફ સફાઈનુ કામ હાથ ધરવામાં આવ્યુ હતું.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરને આ કામગીરી સોંપવામાં આવી હતી જેમાં ખાનગી કોન્ટ્રાક્ટરના મજૂર દલસુખભાઈને ગટર સાફ કરવા માટે નીચે ઉતારાયા હતા. જે દરમિયાન ગટરના ઝેરી ગેસથી ગુંગળાઈ જવાથી દલસુખભાઈનુ મોત થયુ હતું. દરમિયાન મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે સુપરવાઈઝર દ્વારા દલસુખભાઈને જબરદસ્તીથી ગટરમાં ઉતારાયા હતા. આ સુપરવાઈઝરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ મૃતકના પરિવારજનોએ માંગ કરી છે. આ દરમિયાન મૃતકના સગા-વ્લાહાઓ સાથે વીએસ હોસ્પિટલના બાઉન્સરોની દાદાગીરીનો પણ મામલો સામે આવ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ વીએસ હોસ્પિટલના બાઉન્સરોએ મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવા મામલે મૃતકના સગા સંબંધીઓ સાથે મારપીટ કરી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા પરિવારજનોએ મ્યુનિ તંત્ર દ્વારા આર્થિક સહાય નહીં ચુકવાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવી માંગ કરી હતી. જોકે આ સમગ્ર ઘટના અંગે હજી સુધી વીએસ હોસ્પિટલના સત્તાવાળાઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.