ખતમ થઈ ચુકેલ જૈશ-એ-મોહમ્મદના ૭૦ આતંકી સક્રિય

દયકા બાદ આતંકી સંગઠન કાશ્મીરમાં ફરી પોતાને મજબુત બનાવી રહ્યુ છે : સ્થાનિકોનો પણ સાથ
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 14:59:07 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 14:59:07 +0530

કાશ્મીર પોલીસને મળી ચોંકાવનારી માહિતી

જમ્મુ કાશ્મીરમાં જેશ-એ-મોહમ્મદના ૭૦થી વધુ આતંકીઓ સક્રિય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે પાકિસ્તાન પ્રેરીત આતંકી સંગઠન કાશ્મીરમાં ફરી મજબુત બની રહ્યુ હોવાના સંકેત છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષથી નિષ્ક્રિય માનવામાં આવી રહ્યુ હતુ. માનવામાં આવી રહ્યુ છે કે તાજેતરમાં થયેલ કેટલાક આત્મઘાતી હુમલા પાછળ જૈશ-એે-મોહમ્મદનો હાથ હતો. આ હુમલામાં સુજવાન આર્મી કેમ્પ, શ્રીનગર બીએસએફ કેમ્પ, શ્રીનગર સીઆરપીએફ કેમ્પ, તેમજ લેથપુરામાં સીઆરપીએફ ટ્રેનિંગ કેમ્પ પર થયેલ હુમલાનો સમાવેશ થાય છે. ટ્રેનિંગ કેમ્પ પર થયેલ હુમલામાં જમ્મુ-કાશ્મીરના એક પોલીસ અધિકારીનો પુત્ર પણ સંડોવાયેલ હતો.

આતંકવાદ વિરોધી અભિયાન સાથે જોડાયેલ એક સિનીયર પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે અમને માહિતી મળી છે કે કાશ્મીરમાં ૭૦થી વધુ જૈશ એ મોહમ્મદના આતંકી સક્રિય છે.  જેમની સંખ્યા અને હુમલો કરવાની તેમની સ્ટાઈલ ખૂબ જ ખતરનાક છે. પોલીસ અધિકારીએ ઉમેર્યુ હતું કે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ કાશ્મીર વિસ્તારની અલગ અલગ ઘાટીઓમાં ફેલાયેલા છે. ખાસ કરીને દક્ષિણ કાશ્મીર,  ત્રાલ વિસ્તાર, સોપિયા અને પુલવામાના કેટલાક વિસ્તારમાં તેમની પકડ મજબુત છે, અહીં કેટલાક સ્થાનિક લોકો પણ તેની સાથે જોડાયેલા છે.

પુલવામાના સીનીયર એસપી મુહમ્મદ અસલમે જણાવ્યુ હતું કે,  તાજેતરમાં કેટલાક સ્થાનિક યુવકો જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયા છે. જે ચિંતાનો વિષય છે. સાયબર સિક્યોરીટી નિષ્ણાંતોનું કહેવુ છે કે, અફઝલ ગુરુને આપવામાં આવેલ ફાંસી અને તેની દફનવિધીની ઘટનાએ જૈશ એ મોહમ્મદને નવુ જીવનદાન આપ્યુ છે. ૨૦૦૭ બાદ તેઓ લાંબા સમયથી નિષ્ક્રિય હતા. પરંતુ અફઝલને ફાંસી અપાયાના એક જ વર્ષમાં તેમણે અફઝલ ગુરુ સ્ક્વોડ બનાવ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.