દીપિકા સાથે મારી સરખામણી કરવી અયોગ્ય છે : જેકલીન

દરેક કલાકારે પોતાને મળેલ પાત્ર પોતાના વ્યક્તિત્વ સાથે ભજવવાનુ હોય છે તેમાં સરખામણી બિનજરુરી
By: admin   PUBLISHED: Fri, 29 Dec 2017 11:09:15 +0530 | UPDATED: Fri, 29 Dec 2017 11:09:15 +0530

કોઈની સાથે સરખામણીમાં માનતી નથી જેકલીન

બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ કોઈની પણ સાથે પોતાની સરખામણીને ગંભીરતાથી લેતી નથી. જેકલીન ટૂંક સમયમાં રેસ-૩ ફિલ્મમાં નજરે પડવાની છે. આ પહેલા રેસ-૨માં જેકલીને મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ નજરે પડીહતી.

ત્યારે દીપિકા સાથે તેની સરખામણી કરવા મુદ્દે જેકલીને જણાવ્યુ હતું કે, દીપિકા સાથે મારી સરખામણી કરવી ખોટુ ગણાશે. મને માત્ર એટલી ખબર પડશે કે મારે અત્યારે માત્ર પોતાના કામ પર ધ્યાન આપવાનુ છે. મારુ માનવુ છે કે દરેકે પોતાને મળેલ પાત્રને પોતાની રીતે નીભાવવાનુ હોય છે.

જેકલીન ફર્નાન્ડીસે વધુમાં જણાવ્યુ કે, અમે રેસ-૩ ફિલ્મના સેટ પર અનિલકપુર સર સાથે પ્રથમ દિવસનુ શુટિંગ કર્યુ અને ખૂબ મસ્તી કરી હતી. એટલુ જ નહીં અમે સલમાના ખાનની ફિલ્મ ટાઈગર જિંદા હૈની સફળતાની પાર્ટી પણ કરી હતી.  ત્યારે હવે અમને રેસ-૩ ફિલ્મથી પણ સફળતાની આશા છે. કારણકે આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. જેકલીન અત્યારે આ ફિલ્મની સફળતાનો દાવો કરી રહી છે. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સફળ થાય છે તે તો સમય જ કહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.