પંજાબ : સંઘ પ્રચારકની હત્યા પાછળ આઈએસઆઈનો હાથ

પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાન ગ્રુપ સક્રિય થયુ, હિંદુ સંગઠનો સાથે સંકળાયેલ છ નેતાની પણ કરાઈ હતી હત્યા
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 15:08:52 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 15:08:52 +0530

આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસો

એક એનઆઈએ તપાસમાં એવી વિગત સામે આવી છે કે, પંજાબમાં છેલ્લા બે વર્ષમાં થયેલ આરએસએસ કાર્યકર્તાઓ, ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ અને એક પાદરીની હત્યા પાછળ ખાલિસ્તાનનો હાથ હતો, જેનો ઉપયોગ પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ સાંપ્રદાયિક તણાવ વધારવા માટે કર્યો હતો.

તપાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે, આ હત્યાઓ તણાવ વધવા અને આતંકવાદને વધારવાના ઉદ્દેશ્યથી કરાવવામાં આવી હતી. આઈએસઆઈએ ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સના નેતા હરમિન્દરસિંહ મિન્ટો અને હરમિતસિંહને પાકિસ્તાનમાં સુરક્ષા આપવાની ઓફર કરી હતી. આરએસએસના પ્રચારક રવિન્દર ગોસાઈની હત્યા મામલે રણદીપ અને હરદીપસિંહની પૂછપરછ દરમિયાન  આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

રવિન્દરની હત્યા ગત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી, ત્યારે બન્ને આરોપીઓએ હત્યાનો ગુનો કબુલી લીધો છે. સાથે જ તેમણે અન્ય છ લોકોની પણ હત્યા કરી હોવાનુ પણ કબુલ્યુ છે. જેમાં આરએસએસના સ્ટેટ વાઈસ પ્રેસીડેન્ટ જગદીશ ગગનેજા, શિવસેનાના નેતા દુર્ગા પ્રસાદ ગુપ્તા, હિન્દુ સંગઠન નેતા અમિત શર્મા અને ડેરા સચ્ચા સૌદાના અનુયાયી સતપાલસિંહ અને તેમના પુત્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગત જુલાઈ મહિનામાં તેમણે એક પાદરીની પણ હત્યા કરી હતી, તેમજ કેટલાક લોકોની હત્યાનો નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ રણદીપ અને હરદિપને બે વર્ષ પહેલા કોન્ટ્રાક્ટ કિલર બનાવાયા હતા. આ તમામ કામગીરી ઓનલાઈન પ્રક્રિયાથી કરાઈ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.