ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં નિમણૂંક

અતુલ કરવાલને સીઆરપીએફના એડીજી અને પ્રવિણ સિંહાને સીબીઆઈમાં એડીજી તરીકે નિમણૂંક અપાઈ
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 18:34:56 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 18:34:56 +0530

મોદી સરકાર દ્વારા લેવાયો નિર્ણય

ગુજરાત કેડરના બે આઈપીએસ અધિકારીઓની કેન્દ્ર સરકારમાં નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત કેડરના આઈપીજી કક્ષાના આ બે આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂંક મળી છે. ૧૯૮૮ની બેંચના આઈપીએસ અધિકારી અતુલ કરવાલને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એડીજી તરીકે જ્યારે પ્રવિણ સિંહાને સીબીઆઈમાં એડીજીની નિમણૂંક આપવામાં આવી છે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી કેન્દ્રમાં ગુજરાતના આઈપીએસ અને આઈએએસ અધિકારીઓનો દબદબો વધી રહ્યો છે.

તાજેતરમાં જ ગુજરાત કેડરના ૧૯૮૮ બેંચના અધિકારી અરુણકુમાર શર્માને પણ એડીશનલ ડાયરેક્ટર તરીકેની બઢતી આપવામાં આવી હતી. ત્યારે હવે ૧૯૮૮ની બેંચના આઈજી પ્રવિણ સિંહાને કેન્દ્ર સરકારે બઢતી આપતા એડિશનલ ડીજી બનાવ્યા છે.  પ્રવિણસિંહાને હજી ૩ મહિના પહેલા જ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે બદલી કરી ચેન્નાઈ પોસ્ટિંગ અપાયુ હતું. ત્યારે હવે પ્રવિણ સિંહાનુ દિલ્હી સ્થિત સીબીઆઈ હેડક્વાર્ટરમાં પોસ્ટીંગ કરવામાં આવ્યુ છે.

પ્રવિણસિંહા  અને એકે શર્મા ઉપરાંત સીબીઆઈ હેડક્વાર્ટરમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના પહેલાથી જ કાર્યરત છે. આ ઉપરાંત સીઆરપીએફ હેડક્વાર્ટરમાં એડીશનલ ડાયરેક્ટરની ઘણા સમયથી ખાલી પડેલ જગ્યા પર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અતુલ કરવાલની નિમણૂંક કરવામાં આવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.