આઈપીએલ-૨૦૧૮માં ચેન્નાઈમાં રમી શકે છે ધોની

ગત વર્ષે ધોની રાઈઝિંગ પૂણે તરફથી કેપ્ટન તરીકે રમ્યો હતો
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 20:43:21 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 20:43:21 +0530

આઈપીએલ સંચાલન પરિષદે માર્ગ મોકળો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમથી રમી શકે છે. આઈપીએલની સંચાલન પરિષદ (જીસી)એ ધોની માટે ચેન્નાઈ સુપરકિંગ્સમાં પરત ફરવા માટેનો માર્ગ મોકળો કરી દીધો છે.

આઈપીએલની સંચાલન પરિષદે બુધવારે જણાવ્યુ કે, દરેક ફ્રેન્ચાઈઝી ગત વર્ષની ટીમમાંથી વધુમાં વધુ પાંચ ખેલાડીઓને ફરીથી ખરીદી શકે છે. આમાં ટીમ પોતાના ત્રણ ખેલાડીઓને રીટેન કરી શકે છે, જ્યારે બાકીના બે ખેલાડીમાં તેમની પાસે રાઈટ ટૂ મેચનો અધિકાર હશે. રાઈટ ટૂ મેચ મુજબ, જો ખેલાડી પર બોલી લાગે છે તો તે આ કાર્ડ ચલાવીને તે ખેલાડીને બોલીની રકમ સાથે જ પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.

મહેન્દ્રસિંહ ધોની ગત વર્ષે આઈપીએલમાં રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટની ટીમમાં કેપ્ટન તરીકે રમ્યો હતો. સંચાલન પરિષદે આઈપીએલ ટીમો માટે આગામી તબક્કાથી વેતન બજેટને ૬૬ કરોડ રૂપિયાથી વધારીને ૮૦ કરોડ રૂપિયા કરી દીધુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.