ઈન્ટરવ્યુમાં પુછવામાં આવતા અજીબો-ગરીબ સવાલો......

કેટલાક સવાલના લીધે ગુમાવવી પડે છે નોકરી
By: admin   PUBLISHED: Tue, 11 Sep 2018 21:18:17 +0530 | UPDATED: Tue, 11 Sep 2018 21:18:17 +0530

અમદાવાદ,

જો તમે બેરોજગાર છો અને આ વર્ષે નોકરી મેળવવા માંગો છો તો તૈયાર થઈ જાઓ ઈન્ટરવ્યુમાં પુછતા સવાલોના જવાબ આપવા માટે અને હાં આ વખતે તમારી સૌથી મોટી નબળાઈ શું છે?જેવા હટકે સવાલો પણ પુછવામાં આવી શકે છે. અમે અહીં તમને બતાવવા જઈ રહ્યા છીએ કંપનીઓમાં ઈન્ટરવ્યુ દરમિયાન પુછવામાં આવતા કેટલાક અટપટા સવાલ.

અત્યારે બેરોજગારીનું પ્રમાણ વધ્યુ છે અને તેમાં પણ કેટલીક કંપનીઓ દ્વારા પુછવામાં આવતા અટપટા જનરલ નોલેજ તથા અન્ય સંબંધિત સવાલોથી કેટલીક વખત યુવાઓને નોકરી મળ્યા પહેલા જ ગુમાવી દેવી પડતી હોય છે.

ઘણી વખત એવુ પણ થાય છે કે ખરેખર તે વ્યક્તિ નોકરીને લાયક હોય તેમ છતાં ઈન્ટરવ્યુમાં પુછવામાં આવતા કેટલાક સવાલના કારણે તે નોકરીમાંથી હાથ ધોઈ બેસે છે. ત્યારે હવે અમે આપની સમક્ષ એવા કેટલાક સવાલો રજુ કરી રહ્યા છે જે સવાલો વિશે જાણીને તમને એ ફાયદો થશે કે જ્યારે તમને આવા કોઈ સવાલ પુછવામાં આવશે તો તમે તેના જવાબ પહેલાથી જ તૈયાર રાખી શકશો. તો કંપનીમાં ઈન્ટરવ્યુ દરમિયાન પુછવામાં આવતા સવાલો પૈકીના કેટલાક સવાલ નીચે પ્રમાણ છે.

             જો તમને કરોડ રૂપિયા આપવામાં આવે અને કહેવામાં આવે કે ૨૪ કલાકની અંદર તેને બમણા કરી દો તો કેવી રીતે કરશો?

             એક રૂમમાં કેટલા બાસ્કેટબોલ આવી શકે છે?

             જો તમે સવાર-સવારમાં તમારુ ફ્રીજ ખોલો અને તેમાં રીંછ દેખાય તો તમે શું કરશો?

             તમે નીચેથી અહીં ઓફિસમાં દાદરા ચઢીને આવ્યા તો કેટલા દાદરા ચઢીને આવ્યા?

             જો તમારી પાસે પૈસા હોય તો તમે કયો બિઝનેસ શરૂ કરવાનું વિચારશો?

             માની લો કે તમે કોઈ કંપનીના સીઈઓ છો તો તમે એવુ પ્રથમ કયુ પગલુ ભરશો જેનાથી કંપનીને લાભ થાય?

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.