નોટબંધી બાદ મ્યુચ્યલ ફંડમાં રોકાણ ૨.૮૬ લાખ કરોડ થયુ

બેંકોના વ્યાજદર ઘટતા લોકો મ્યુચ્યલ ફંડમાં રોકાણ તરફ આકર્ષાયા : રોકાણમાં ૭૦ ટકાથી પણ વધુનો વધારો
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 13:52:30 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 13:52:30 +0530

નોટબંધીનો સૌથી મોટો ફાયદો મ્યુચ્યલ ફંડને

ગત વર્ષે ૧૧ નવેમ્બરના રોજ લાગુ કરવામાં આવેલ નોટબંધીથી સૌથી વધુ ફાયદો મ્યુચ્યલ ફંડને થયો છે. નોટબંધી બાદના ૧૧ મહિના દરમિયાન શેરબજારમાં રોકાણ કરનાર મ્યુચ્યલ ફંડની વિવિધ યોજનામાં રોકાણના પ્રમાણમાં જંગી વધારો થયો છે. એટલે કે મ્યુચ્યલ ફંડમાં ૧૧ મહિનામાં ૨.૮૬ લાખ કરોડ રૂપિયાનુ રોકાણ વધ્યુ છે. મ્યુચ્યલ ફંડ ઉદ્યોગ સંબંધિત જાહેર કરાયેલ આંકડામાં આ દાવો કરાયો છે.

ઉદ્યોગ વિશ્લેષકોનુ માનવુ છે કે નોટબંધી બાદ બેંકમાં જમા નાણાંમાં અચાનક વધારો થયો હતો. જોકે બેંકો દ્વારા વ્યાજદર ઘટાડી દેવામાં આવતા લોકોએ અંતે ઈક્વીટી મ્યુચ્યલ ફંડમાં રોકાણ તરફનુ વલણ અપનાવ્યુ હતું. એસોસીએશન ઓફ મ્યુચ્યલ ફંડ ઈન ઈન્ડિયાના આંકડા મુજબ, નવેમ્બર ૨૦૧૬થી લઈને ઓક્ટોબર ૨૦૧૭ સુધી ઈક્વીટી ફંડમાં ૨.૮૬ લાખ કરોડ રૂપિયાનુ રોકાણ થયુ છે.

આ પહેલા ડિસેમ્બર ૨૦૧૫થી ઓક્ટોબર ૨૦૧૬ દરમિયાન મ્યુચ્યલ ફંડમાં માત્ર ૧.૫૦ લાખ કરોડનુ જ રોકાણ થયુ હતું. એટલે કે નોટબંધી બાદ મ્યુચ્યલ ફંડમાં રોકાણનુ પ્રમાણ ૭૦ ટકા જેટલુ વધ્યુ છે. જ્યારે મ્યુચ્યલ ફંડથી થતી આવકમાં ૩૨ ટકાનો વધારો થયો છે. જ્યારે નોટબંધી બાદ સંપત્તિમાં ૪૬ ટકાનો વધારો થયો છે.

મહત્વનુ છે કે પહેલા મ્યુચ્યલ ફંડને લોકો એક અસલામત રોકાણની નજરે જોતા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી મ્યુચ્યલ ફંડ પ્રત્યે લોકોનુ વલણ બદલાયુ છે અને એક વધુ વળતર આપતા રોકાણ તરીકે લોકો મ્યુચ્યલ ફંડને જોવા લાગ્યા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.