વાયુ પ્રદૂષણથી ૪ વર્ષ વહેલા મોતને ભેટે છે ભારતવાસી

ગુજરાતમાં ડબ્લ્યુએચઓના નિયમોનુ પાલન થાય તો લોકોનુ સરેરાશ આયુષ્ય બે વર્ષ સુધી વધી શકે તેમ છે
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 23:00:49 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 23:00:49 +0530

ડબ્લ્યુએચઓના રીપોર્ટમાં ખુલાસો

ભારતમાં જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના માપદંડોનો ચુસ્ત અમલ કરવામાં આવે તો ભારતમાં રહેતા લોકો તેમના સરેરાશ આયુષ્ય કરતા ચાર વર્ષ   વધુ જીવી શકે તેમ છે. યુનિવર્સિટી ઓફ શિકાંગોના ધ એનર્જી પોલીસી ઈન્સ્ટીટ્યુટ દ્વારા જાહેર કરવામાં આવેલ એર ક્વોલીટી લાઈફ ઈન્ડેક્સમાં આ માહિતી સામે આવી છે.

ભારતમાં સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી હોવાનુ સામે આવ્યુ છે, જેમાં જા ડબ્લ્યુએચઓના માપદંડોનુ પાલન થાય તો દરેક દિલ્હીવાસી તેના સરેરાશ આયુષ્ય કરતા ૯ વર્ષ વધુ જીવી શકે છે. છેલ્લા બે વર્ષથી દિલ્હી દેશનુ સૌથી પ્રદૂષિત શહેર રહ્યુ છે જ્યારે કોલકત્તા અને મુંબઈમાં રહેતા લોકો ડબ્લ્યુએચઓના માપદંડના પાલનથી સરેરાશ ૬ વર્ષ વધુ જીવી શકે છે.

આ ઈન્ડેક્સમાં જણાવ્યા મુજબ, ભારતમાં વાયુ પ્રદુષણનુ પ્રમાણ ઘટાડવાથી વાયુ પ્રદુષિત સંબંધિત મૃત્યુમાં ૧૫ ટકા જેટલો ઘટાડો કરી શકાય છે. આ ઈન્ડેક્સ મુજબ ભારતના  ટોપ-૫૦ પ્રદૂષિત જિલ્લાઓમાં ગુજરાતના બે જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ ૧૨માં ક્રમે અને સુરત ૨૧માં ક્રમે છે.  જો અમદાવાદમાં ડબ્લ્યુએચઓના નિયમોને પાળવામાં આવે તો લોકોનુ સરેરાશ આયુષ્ય ૨.૭ વર્ષ વધી શકે છે. જ્યારે સુરતમાં આ આયુષ્ય ૨.૬ વર્ષ જેટલુ વધી શકે છે. જ્યારે ગુજરાતમાં નિયમો ચુસ્તપણે પાળવામાં આવે તો લોકોના સરેરાશ આયુષ્યમાં બે વર્ષનો વધારો થઈ શકે છે.

સૌથી પ્રદૂષિત જિલ્લા...

ક્રમ     જિલ્લો.....રાજ્ય

૧      દિલ્હી.....દિલ્હી

૨      નોર્થ ૨૪ પરગણા.....પશ્ચિમ બંગાળ

૩      મુંબઈ.....મહારાષ્ટ્ર

૪      પૂણે.....મહારાષ્ટ્ર

૫      સાઉથ ૨૪ પરગણા.....પશ્ચિમ બંગાળ

૬      વર્ધમાન.....પશ્ચિમ બંગાળ

૭      થાણે.....મહારાષ્ટ્ર

૮      બેંગ્લુરુ.....કર્ણાટક

૯      પશ્ચિમ મેદીનીપુર.....પશ્ચિમ બંગાળ

૧૦     જયપુર.....રાજસ્થાન

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.