દેશભરના પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે થઈ રહી છે છેતરપીંડી

સૌથી વધુ ભેળસેળના કેસ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર ૧૧૮૩ નોંધાયા : ગ્રાહકોને વધુ એક મુશ્કેલી
By: admin   PUBLISHED: Mon, 09 Jul 2018 22:49:33 +0530 | UPDATED: Mon, 16 Jul 2018 22:39:33 +0530

પેટ્રોલિયમ મંત્રાલયના રીપોર્ટમાં જ ખુલાસો

પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોથી પહેલાથી જ સામાન્ય માણસ મુશ્કેલીમાં છે પરંતુ હવે પેટ્રોલ પંપ પરની છેતરપીંડીનુ પણ સામાન્ય નાગરીકોએ ભોગ બનવુ પડી રહ્યુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે તાજેતરમાં આ અંગેનો રીપોર્ટ રજુ કર્યો છે. જેમાં પેટ્રોલ પંપ પર ૨૦૧૫થી ૨૦૧૭ સુધીના કૌભાંડોની કરતૂત દર્શાવાઈ છે. ઘણા પેટ્રોલ પંપ પર પૈસા તમારી પાસે પૂરા લેવામાં આવે છે પરંતુ ચાલાકીથી પેટ્રોલ-ડીઝલ પુરુ આપવામાં આવતુ નથી.

અહેવાલ મુજબ, સમીક્ષાના સમયગાળા દરમિયાન સૌથી વધુ છેતરપીંડીના કેસ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર સામે આવ્યા છે. ઈન્ડિયન ઓઈલ કંપની, બીપીસીએલ અને એચપીસીએલ પેટ્રોલ પંપ પર કુલ ૧૦૮૯૮ કેસો નોંધાયા છે.  સરકારી અહેવાલ મુજબ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર કુલ ૩૯૦૧ કેસ નોંધાયા છે. આ કુલ કેસોમાંથી ૧૧૮૩ કેસોમાં ભેળસેળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૭૧૮ કેસ છે જ્યાં ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ ઓછુ આપવામાં આવ્યુ હતું.

પેટ્રોલિયમ મંત્રાલયે દેશના તમામ રાજ્યોનુ આંકલનથી તારણ કાઢ્યુ કે સૌથી વધુ ઉત્તરપ્રદેશ સ્થિત ઈન્ડિયન ઓઈલ કંપનીના પેટ્રોલ પંપ પર છેતરપીંડીના મામલા સામે આવ્યા. જ્યારે ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ ખાતે છેતરપીંડીના ૩૧૦૩ કેસો બહાર આવ્યા. જેમાં ભેળસેળના ૭૩૧ અને ૨૩૭૨ ઓછુ ફ્યુઅલ આપવાના કેસ સામે આવ્યા. જ્યારે એચપીસીએલના પેટ્રોલ પંપ પર છેતરપીંડીના ૩૮૯૩ કેસો નોંધાયા હતા. જેમાં ૧૧૩૬ ભેળસેળના કેસ સામે આવ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.