હોકી ખેલાડીની સુવિધાને લઈને વિવાદ ઉકેલાયો

કેટલાક સાધનની અછત હતી, જે પુરી કરી લેવામાં આવી છે
By: admin   PUBLISHED: Thu, 11 Jan 2018 15:46:41 +0530 | UPDATED: Thu, 11 Jan 2018 15:46:41 +0530

નવી દિલ્હી, તા.૧૧

હોકી ઈન્ડિયાના સીઈઓ એલેના નોર્મને જણાવ્યુ હતું કે ઈમ્ફાલમાં સિનીયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સાથે જોડાયેલ તમામ સમસ્યા ઉકેલી લેવાઈ છે, તેમજ ખેલાડીઓ પણ સંતુષ્ટ છે. મણિપુરની રાજધાની ૮મી રાષ્ટ્રિય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પહોંચેલ ખેલાડીઓએ સુવિધાઓના અભાવની ફરીયાદ કરી હતી. ખેલાડીઓનુ કહેવુ હતુ કે તેમને ઓઢવા માટે ઢાબળા, યોગ્ય ખોરાક અને સારા ટોયલેટ પણ ઉપલબ્ધ કરાવાયા નથી. આ અંગે નોર્મેને જણાવ્યુ હતું કે મૂળભૂત સુવિધાની કોઈ સમસ્યા નથી. કેટલાક સાધનની અછત હતી, જે પુરી કરી લેવામાં આવી છે.મેં પોતે ખેલાડીઓના રુમની મુલાકાત લીધી છે અને તમામ ખેલાડીઓ સાથે ભોજન પણ લીધુ હતું. તમામ વિવાદ ઉકેલાઈ ગયા છે.  ખેલાડીઓ પણ તેનાથી સંતુષ્ટ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.