હવે ઈન્ડિયન ક્રિકેટ ટીમ પસંદગીકારનો પગાર વધ્યો

પગારમાં ૩૦ લાખ રુપિયાનો વધારો
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 22:19:50 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 22:19:50 +0530

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોના પગારમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશથી ટીમ પસંદગીકારોનો પગાર ૩૦ લાખ અને ચીફ પસંદગીકારોનો પગાર ૨૦ લાખ રુપિયા સુધી વધારી દેવામાં આવ્યો છે.

હવે સિલેક્શન કમિટીના સભ્યોનો વાર્ષિક પગાર ૬૦ લાખ રુપિયાથી વધીને ૯૦ લાખ રુપિયા થઈ ગયો છે. તેમજ પેનલના ચેરમેનને હવે વાર્ષિક ૧ કરોડ રુપિયા પગાર મળશે, જે પહેલા ૮૦ લાખ રુપિયા હતા.  અત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકિપર એમએસકે પ્રસાદ સિનીયર સિલેક્શન કમિટીના પ્રમુખ છે. તેમની સાથે દેવાંગ ગાંધી અને સરનદીપસિંહ પણ કમિટીને ચલાવે છે.

આપને જણાવી દઈએ કે, લોઢા સમિતિના સુધારા લાગુ થયા પહેલા ગગન કોડા અને જતિન પરાંજપે પણ કમિટીના ભાગ હતા.જોકે ત્યારબાદ તેમણે પોતાનુ પદ છોડવુ પડ્યુ હતુ કારણકે લોઢા સુધારા મુજબ તેમને જ સભ્ય બનવાનો અધિકાર હતો કે જે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હોય.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.