ભારતીય ચેસ સ્ટારે ઈરાન ટૂર્નામેન્ટથી કરી પોતાને અલગ

સૌમ્યાએ મુસ્લિમ દેશ ઈરાનમાં હિજાબ પહેરવાની અનિવાર્યતા પર વિરોધ દર્શાવતા ટૂર્નામેન્ટથી પોતાને અલગ કરી
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 17:46:21 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 17:46:21 +0530

હિજાબ પહેરવાનો કર્યો ઈન્કાર

ભારતની ચેસ ખેલાડી સૌમ્યા સ્વામીનાથને આગામી મહિને ઈરાનમાં યોજાનાર ચેસ ટૂર્નામેન્ટમાંથી પોતાને બહાર કરી દીધી છે. સૌમ્યાએ મુસ્લિમ દેશ ઈરાનમાં હિજાબ પહેરવાની અનિવાર્યતા પર વિરોધ દર્શાવતા આ નિર્ણય લીધો.

ફેસબુક પર પોસ્ટ કરતા ચેસ સ્ટાર સૌમ્યાએ લખ્યુ કે, હિજાબ પહેરવાની જબરદસ્તી માનવાધિકારનો ભંગ છે. સાથે જ સૌમ્યાએ આને પોતાની આઝાદી અને ધર્મના અધિકારનો પણ દુરુપયોગ ગણાવ્યો. આ ચેસ ટૂર્નામેન્ટ ઈરાનમાં ૨૬ જુલાઈથી ૪ ઓગસ્ટ વચ્ચે યોજાવાની છે. સૌમ્યાએ પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યુ કે, મને જબરદસ્તી હિજાબ પહેરવા માટે મજબુર ન કરવી જોઈએ. આવુ કરવુ મારા માનવાધિકારનો ઉલ્લંઘન છે. આ સાથે જ મારા બોલવા, વિચારવા અને ધર્મને માનવાના અધિકારોનો પણ ઉલ્લંઘન થઈ રહ્યો છે.

પોતાના અધિકારોની રક્ષા માટે મારે ઈરાન ન જવુ જોઈએ. સૌમ્યાએ જણાવ્યુ કે, હું સમજી શકુ છું કે આયોજક ઈચ્છે છે કે ખેલાડી કોઈપણ ચેમ્પિયનશીપમાં પોતાના દેશની ઔપચારીક યુનિફોર્મની સાથે જ દેશનુ પ્રતિનિધિત્વ કરે, પરંતુ આ રીતે કોઈ ધર્મ સાથે સંકળાયેલ પોશાકને જબરદસ્તી પહેરાવવી કોઈ નિયમ નથી. જેથી હું આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી નથી. સૌમ્યાએ એ પણ જણાવ્યુ કે, મને આ ટૂર્નામેન્ટમાં ભાગ ન લેવાનુ દુઃખ છે. પરંતુ કેટલીક વાતો માટે કોમ્પ્રોમાઈઝ ન કરવુ જોઈએ.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.