IND Vs NZ : ભારત ત્રીજી T20 જીતશે તો રચશે ઇતિહાસ,હેમિલ્ટનમાં રવિવારે ખરાખરીનો જંગ

ન્યુઝીલેન્ડ સામે આ સીરીઝ જીતવી ભારત માટે કરો યા મરોનો જંગ જેવી
By: Monika Vyas   PUBLISHED: Sat, 09 Feb 2019 12:48:03 +0530 | UPDATED: Sat, 09 Feb 2019 12:48:03 +0530



હેમિલ્ટન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે એટલે રવિવારે ત્રીજી અને નિર્ણાયક ટ્‌વેન્ટી મેચ રમાનાર છે.બંને ટીમોએ 1-1 જીત મેળવીને સીરીઝ બરોબરી પર કરી હોવાથી હવે ત્રીજી વન-ડેમાં ખરાખરીનો જંગ જામશે.હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાનારી આ મેચ જો ભારત જીતશે તો તે સીરીઝ જીતશે તો ઇતિહાસ સર્જાશે. 20 મેચોમાં ભારત ન્યુઝીલેન્ડની ધરતી પર પહેલી સીરીઝ જીત નોંધાવશે.

ભારત છેલ્લે 2009માં ન્યુઝીલેન્ડમાં ટી 20 સીરીઝ રમ્યું હતું જે હાર્યું હતું.

હેમિલ્ટનની પીચ આમ તો સ્પીનરનો સપોર્ટ કરે તેવી છે પરંતું ભારત સાથેની ચોથી વનડેમાં ફાસ્ટ બોલરોના બોલ પણ સ્વીંગ થતા હતા. જો કે આમ તો જીતેલી  યથાવત રાખવાની પ્રણાલી છે અને આ મેચ જીતવા માટે ભારત કરો યા મરોની સ્થિતિમાં છે ત્યારે ટીમમાં ફેરફારની શક્યતા ઓછી દેખાય છે.કૃણાલ પંડ્યા અને ઋષભ પંત પર ટીમની નજર રહેશે.

ભારત માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે.હવે જો આખરી વનડેમાં રોહિત શર્મા ઝળકે તો ટીમનો વિજય નિશ્ચિત થઇ જાય.રોહિત શર્મા ટી 20માં હાઇએસ્ટ રન બનાવવા જઇ રહ્યો છે અને સૌથી વધુ સિક્સ મારવાથી બે સિક્સર પાછળ છે.જો કે તેમ છતાં રોહિત કહે છે કે ન્યુઝીલેન્ડની સાઇડ પણ મજબુત છે એટલે ટક્કર બરાબરની થવાની.

ન્યુઝીલેન્ડનો બોલર લોકી ફર્ગ્યુસન ઇજાગ્રસ્ત હોવાને કારણે આ મહત્વની મેચ ગુમાવી શકે છે જેને બદલે ફાસ્ટ બોલર બ્લેર ટીકનેરને ટીમમાં સ્થાન મળી શકે છે.

બીજી વનડેમાં ભારતનો વળતો પ્રહાર

 ઓકલેન્ડ ખાતે રમાયેલી બીજી ટ્‌વેન્ટી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ ટ્‌વેન્ટી શ્રેણીને જીવંત રાખવામાં સફળતા મેળવી હતી. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ આઠ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. જીતવા માટેના ૧૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે આસાનીથી જીત મેળવી હતી. રોહિત શર્મા ૨૯ બોલમાં ૫૦ રન કરીને આઉટ થયો હતો જેમાં ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. 

પહેલી મેચમાં ભારત ધોવાયું

વેલિંગ્ટન ખાતે અગાઉ રમાયેલી પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે ટ્‌વેન્ટી ક્રિકેટમાં ફટકાબાજીથી શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૯ રન ખડક્યા હતા. જીતવા માટેના ૨૨૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર ૧૩૯ રન કરીને કંગાળ રીતે હારી ગઈ હતી.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.