ઇતિહાસ રચવાથી ભારત 4 રન દૂર રહ્યું,ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વનડેમાં હાર

ભારતે સીરિઝ જીતવાની તક ગુમાવી
By: Monika Vyas   PUBLISHED: Sun, 10 Feb 2019 21:31:25 +0530 | UPDATED: Tue, 12 Feb 2019 17:20:01 +0530હેમીલટન

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ભારે રોમાંચકતા બાદ ન્યૂઝીલેન્ડનો ચાર રને વિજય થયો છે.ભારતની હાર સાથે ન્યૂઝીલેન્ડને ટી20માં તેની ધરતી પર હરાવી ઇતિહાસ રચવાની તક ગુમાવી હતી.


આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની સીરિઝ 2-1થી જીતી લીધી છે. 


ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત 6 વિકેટે 208 રન બનાવી શક્યું હતું.


ન્યૂઝીલેન્ડે ખડક્યા 4 વિકેટે 212 રનઅગાઉ ભારતે ટૉસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગમાં ઉતાર્યું હતું. જોકે, રોહિત શર્માનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. કીવી ઓપનર ટીમ સેઈફર્ટ(43) અને કોલિન મુનરો (72)એ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 46 બોલમાં 80 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બાદમાં કેન વિલિયમ્સન (27), કોલિન ડી ગ્રાન્ડહોમ (30)એ રનરેટને જાળવી રાખ્યો હતો અને ન્યૂઝીલેન્ડને 200 રનની પાર પહોંચાડ્યું હતું, કીવી ટીમે 20 ઓવરના અંતે 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. 


ભારત તરફથી કુલદીપ યાદવને બાદ કરતા અન્ય તમામ બોલર્સ મોંઘા સાબિત થયા. ખલીલ અહેમદે 4 ઓવરમાં 47, હાર્દિક પંડ્યાએ 44 રન અને કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 54 ઓવર રન ખર્યા હતા.4 રન માટે જીતથી દૂર રહ્યું હતું.


213 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શિખર ધવન માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા ક્રમે આવેલા વિજય શંકર (43)એ રોહિત શર્મા (38) સાથે બીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી. ચોથા ક્રમે આવેલા રિષભ પંતે જબરદસ્ત બેટિંગ કરતા 12 બોલમાં 28 રન બનાવ્યા હતા. જોકે, એક ઉતાવળિયો શૉટ રમવા જતા તે આઉટ થયો હતો.


 બાદમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને ધોનીની વિકેટ સસ્તામાં પડી જતા ભારત મુશ્કેલીમાં મુકાયું હતું,. દિનેશ કાર્તિક (33) અને કૃણાલ પંડ્યાએ છેલ્લે સુધી બેટિંગ કરી હતી પણ લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહોતા અને રસાકસીભરી મેચમાં ભારતનો 4 રને પરાજય થયો હતો.આ જીતની સાથે જ ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની સીરિઝ 2-1થી જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારત અત્યાર સુધી ક્યારેય ન્યૂઝીલેન્ડમાં ટી20 સીરિઝ જીતી શકી નથી. કીવી ટીમ સામે રમેલી કુલ 11 મેચોમાંથી ભારત માત્ર 3માં જ જીત મેળવી શક્યું છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.