રોહિતની સદી કામ ન લાગી: વન ડે ક્રિકેટ કેરિયરની ૨૨મી સદી ફટકારી

ભારતે એક વખતે ચાર રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી
By: admin   PUBLISHED: Sat, 12 Jan 2019 22:50:12 +0530 | UPDATED: Sat, 12 Jan 2019 22:50:12 +0530

સિડની,

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રમાયેલી વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર ૩૪ રને જીત મેળવી હતી. આની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦૦મી જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના ૨૮૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ રિચર્ડસનના તરખાટની સામે ટકી શકી ન હતી અને નિયમિત ગાળામાં વિકેટો ગુમાવી હતી. સિડની વન ડેમાં ઓસ્ટ્રેલિયાની જીતની સાથે સાથે નીચે મુજબ છે.

પ્રથમ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર ૩૪ રને જીત મેળવી ૧-૦ની લીડ મેળવી

બેટીંગ અને બોલીંગ બંનેમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભારત કરતા સારો દેખાવ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૦૦૦મી જીત હાંસલ કરી

ઓસ્ટ્રેલિયાના ૨૮૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૨૫૪ રન કરી શકી

રોહિત શર્મા અને ધોનીએ ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૩૭ રન ઉમેર્યા

ભારતે એક વખતે ચાર રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી

ઓસ્ટ્રેલિયા તરફથી રિચર્ડસને ૨૬ રન આપી ચાર વિકેટ ઝડપી

ભારત તરફથી રોહિત શર્માએ ૧૩૩ રનની ઈનિંગ્સ રમી. જેમાં છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી હતી. આ ઈનિંગ્સમાં રોહિતે ૧૦ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા

ધોનીએ વાપસી કરીને ૫૧ રન બનાવ્યા હતા

ભારત તરફથી કુલદીપ અને ભુવનેશ્વરે ૨-૨ વિકેટ ઝડપી હતી

રોહિત શર્માએ ૧૭ બોલનો સામનો કર્યા બાદ ખાતુ ખોલાવ્યું હતું

રોહિત શર્માએ મેચમાં શાનદાર દેખાવ કરી મેદાન ઉપર ઉપસ્થિત ચાહકોને રોમાંચતિ કર્યા

પિટર સિડલે ૨૦૧૦ બાદ પ્રથમ વન ડે મેચ રમતા ભવ્ય દેખાવ કર્યો

ધોનીએ ૯૩ બોલમાં અડધી સદી પુરી કરી હતી

ભારતે હાલમાં જ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૧થી જીત મેળવી હતી

તે પહેલા ટ્‌વેન્ટી શ્રેણીમાં બંને ટીમોએ ૧-૧ મેચ જીતી હતી

ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે એડિલેડ, મેલબોર્ન ટેસ્ટમાં જીત મેળવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પર્થમાં જીત મેળવી હતી. સિડની ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.