ભારતનો ઓસ્ટ્રેલિયામાં ડંકો…ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતનાર કોહલી પ્રથમ કેપ્ટન

સિડની ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે કોઇ રમત શક્ય ન બની
By: admin   PUBLISHED: Mon, 07 Jan 2019 15:05:07 +0530 | UPDATED: Mon, 07 Jan 2019 15:06:22 +0530

સિડની,

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વરસાદ અને ખરાબ હવામાનના કારણે ભારત આજે જીતથી વંચિત રહી ગયુ હતુ. જો કે ભારતે ૭૨ વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેના ૭૨ વર્ષના ઇન્તજારનો પણ અંત આવી ગયો હતો. ભારતીય ટીમે હવે ઓસ્ટ્રેલિયામાં પણ ડંકો વગાડ્યો હતો. સમગ્ર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં શાનદાર દેખાવ કરવા બદલ ચેતેશ્વર પુજારાની મેન ઓફ ધ મેચ અને સિરિઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી.ભારતીટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ડંકો વગાડી દીધો છે. ઇતિહાસની સાથે સાથે નીચે મુજબ છે

સિડની ટેસ્ટ મેચ વરસાદ અને ખરાબ હવામાનના કારણે આખરે ડ્રો જાહેર કરવામાં આવી

સિડની ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે કોઇ રમત શક્ય ન બની

સિડની ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ અને સિરિઝ તરીકે જાહેર કરવામાં આવ્યો

સમગ્ર શ્રેણીમાં શાનદાર બેટિંગ કરવા બદલ પુજારાની ચારેબાજુ પ્રશંસા થઇ

ભારતે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૧થી જીતી લીધી

ઓસ્ટ્રેલિયામાં ૭૨ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી જીતી લીધી

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર કોહલી પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

ભારતીય ટીમના દેખાવની ગ્રેગ ચેપલ દ્વારા પ્રશંસા કરવામાં આવી

વર્તમાન શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ આધારભુત બેટ્‌સમેન સ્ટીવ સ્મિથ અને વોર્નર વગર ઉતરી હતી

ચાઈનામેન કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી

ઓસ્ટ્રેલિયાને ૨૦૦૫ બાદ પ્રથમ વખત ફોલોઓનની ફરજ પડી

ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૯૮૮ બાદ પ્રથમ વખત ફોલોઓનની ફરજ પડી

ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં એડિલેડ ખાતે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં પર્થમાં જીત મેળવી હતી જ્યારે ત્રીજી ટેસ્ટમાં મેલબોર્નમાં ભારતે જીત મેળવી હતી

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.