યૂકેની યુનિવર્સિટીમાં ઘટી રહી છે ભારતીય વિદ્યાર્થીની સંખ્યા

વિદ્યાર્થીઓની ઘટી રહેલ સંખ્યાનુ મુખ્ય કારણ વિદેશી વિદ્યાર્થીને આકર્ષિત કરવાની હરીફાઈ માનવામાં આવે છે
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:28:26 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:28:26 +0530

માઈગ્રેશન એડવાઈઝરી કમિટીનો રીપોર્ટ

જ્યાં એકબાજુ વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે આશ્ચર્યજનક રીતે યુકેની યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. માઈગ્રેશન એડવાઈઝરી કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ એક રીપોર્ટમાં આ અંગેની વાત સામે આવી છે. જેમાં ઘટાડાનુ મુખ્ય કારણ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાની હરીફાઈ માનવામાં આવે છે. ઈન્ટરનેશનલ વિદ્યાર્થી યૂકે માટે મહત્વપૂર્ણ એક્સપોર્ટ માર્કેટની જેમ છે કારણકે તેના આવવાથી દેશને આર્થિક નફો થાય છે. વર્ષ ૨૦૧૫માં તેની એક્સપોર્ટ વેલ્યુ ૧૭.૬ બિલીયન પાઉન્ડ હતી.

રીપોર્ટમાં લખવામાં આવ્યુ હતું કે, યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. જ્યારે ચીનથી આવી રહેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં કોઈ ફેરફાર નથી થયો. વર્ષ ૨૦૧૦-૧૧માં યુકેમાં ૨૪૦૦૦ ભારતીયો અભ્યાસ કરવા ગયા હતા. જ્યારે ૨૦૧૬-૧૭માં તેની સંખ્યા ઘટીને માત્ર ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ રહ્યા હતા. તેમાં અંદાજે ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ રીપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે, આ ઘટાડો કદાચ સ્પોન્સર લાઈસન્સ રદ્દ કરવાથી અને પોસ્ટ સ્ટડી વર્ક ઓફરમાં આવેલ ફેરફારના કારણે છે. રીપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે ટેલેન્ટેડને વર્ક વીઝા આપવાની પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ જેથી ભારત સહિત અન્ય દેશોથી વિદ્યાર્થીઓને આકર્ષિત કરી શકાય. આ ઉપરાંત યુકેના ગ્લોબલ ગ્રેજ્યુએટ ટેલેન્ટ વીઝાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જેનાથી ક્વોલીફાઈડ વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી બે વર્ષ સુધી યુકેમાં કામ કરવાની પરમીટ મળી શકશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.