૨૦૧૯ની ચુંટણી પહેલા મુંબઈ, ગુજરાત યુપીમાં હુમલાની યોજના

પાકિસ્તાનમાં સક્રીય થયા આતંકી ટ્રેનીંગ કેન્પ
By: admin   PUBLISHED: Tue, 15 May 2018 15:37:28 +0530 | UPDATED: Fri, 18 May 2018 23:50:02 +0530

યુવકોને તાલીમ આપીને અત્યારથી જ ભારતમાં મોકલવામાં આવી રહ્યા છે : નેપાળના માર્ગ આ યુવકો માટે હથિયાલ મોકલવાની પણ યોજના

ભારતમાં લોકસભાની ચુંટણી પહેલા આતંકી હુમલા કરવા માટે પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પ તૈયાર કરી લેવામાં આવ્યા છે. આ ટ્રેનિંગ કેમ્પમાં મુંબઈના મિર્ઝા ફૈઝલ ખાનને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ફૈઝલને મહારાષ્ટ્ર એન્ટી ટેરેસ્ટીટ સ્ક્વોર્ડ (એટીએસ)એ ગત સપ્તાહે ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ દરમિયાન સામે આવ્યુ છે કે ફૈઝલ અને તેના સાથીઓને મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આતંકવદી હુમલા કરવાની જવાબદારી સોપવામાં આવી હતી.

ફૈઝલ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ બાદ ફરાર થયેલ ફારુખ દેવાડીવાલના હાથ નીચે કામ કરતો હતો. ફારુખનુ નામ સીધી રીતે બ્લાસ્ટ કેસમાં સંકળાયેલ તો નથી, પરંતુ તે બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપી સલીમ કુર્લા સાથે કામ કરતો હતો.  સલીમને જ્યારે બ્લાસ્ટ કેસમાં જામીન મળી ત્યારે દાઉદના વિરોધી અંડરવર્લ્ડ સંગઠન દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હતી. ફારુખ અત્યારે શારજાહમાં રહે છે. તેણે ફૈઝલને થોડા દિવસ પહેલ શારજાહ બોલાવ્યો હતો. ત્યાંથી તેને દુબઈ મોકલવામાં આવ્યો અને નૈરબીની ટિકીટ લઈને ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યો. જો કે પાકિસ્તાનમાં આઈએસઆઈના લોકએ તેને કરાચી એરપોર્ટ પર જ ઉતારી લીધો હતો.

ફૈઝલ સહીત ૬ લોકોને કરાચી  નજીક હથિયાર ચલાવવાની ૧૫ દિવસ સુધી તાલીમ આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા છે. તેમણે મુંબઈમાં અનેક મહત્વના સ્થળોની રેકી પણ કરી હતી. જો કે હજી હથિયાર ન મળ્યા હોવાથી તેઓ હુમલો કરી શક્યા ન હતા. તેમના માટે નેપાળના માર્ગ ભારત હથિયાર મોકલવામાં આવવાના હતા. ફૈલઝની ધરપરડના અહેવાલ બાદ તેના અન્ય સાથીઓ મુંબઈમાં અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

ફૈઝલે પુછપરછમાં જણાવ્યુ છે કે પાકિસ્તાનમાં તમામ આતંકવાદી સંગન યુનાઈટેડ જેહાદ કાઉન્સીલના હાથ નીચે કામ કરે છે. આ સંગઠનને પાકિસ્તાનની ગૃપ્તચર એજન્સી આઈએસઆઈનુ સમર્થન મળેલુ છે. આ કાઉન્સીલ જ લશ્કર-એ-તૈયબા, હિજબુલ મજાહીદ્દીન, જૈશ-એ-મોહમ્મદ  અને ઈન્ડિયન મુજાહીદ્દીનને ભારતમાં હુમલો કરવા માટેનુ કામ સોપે છે. કયા સંગઠનને ક્યું કયાં શહેરમાં હુમલો કરવાની જવાબદારી સોપવી તે નક્કી કરવા માટે પાકિસ્તાનમાં ચીઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવે છે. ત્યાર બાદ તે આતંકવાદી સંગઠનના ટ્રેનિંગ કેમ્પમાં ભારતથી બોલાવવામાં આવેલા અથવા પાકિસ્તાની કે બાગ્લાદેશી યુવકોને આતંકવાદી ટ્રેનિંગ આપવામાં આવે છે.

થોડા દિવસ પહેલા જ દિલ્હી પોલીસે પણ એક પાકિસ્તાન સ્થિત ટ્રેનિંગ કેમ્પમાં તાલીમ મેળવનાર કેટલાક યુવકોની ધરપરડ કરી હતી. ત્યારે મુંબઈથી ઝડપાયે ફૈઝલ પણ તે ગ્રૃપ સાથે સંકળાયે હોવાનુ સામે આવી રહ્યુ છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ૨૦૧૯ના લોકસભાની ચુંટણી સમયે ભારતમાં મોટાપાયે હુમલા કરવાની યોજના તૈયાર કરી રહ્યુ છે અને તેમનુ મુખ્ય લક્ષ્યાંક મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ છે. આ માટે મોટી સંખ્યામાં યુવકોને તાલીમ આપવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં હજી પણ મોટી સંખ્યામાં યુવકોને તાલીમ આપવામાં આવનાર હોવાની શંકા ગૃપ્તચર એજન્સીઓ વ્યક્ત કરી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.