ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધી ૨.૪૫ લાખ થઈ

ભારતીય નાગરીકોની કુલ સંપત્તિ ૩૨૬૯૮૭ અબજ રૂપિયા થઈ :સંપત્તિમાં ૪૫૧ અબજ ડોલરનો વધારો
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 21:11:49 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 21:11:49 +0530

૯.૯ ટકાના દરે વધી રહી છે ભારતીયોની સંપત્તિ

ભારતીય લોકોની કુલ સંપત્તિ ૩,૨૬,૯૮૭ અબજ રૂપિયા થઈ છે. તેમજ દેશમાં ૨.૪૫ લાખ લોકો એવા છે કે જે કરોડપતિની શ્રેણીમાં આવે છે. તાજેતરમાં જાહેર કરાયેલ રીપોર્ટ મુજબ, ભારતમાં ૨૦૨૨ સુધી કરોડપતિ લોકોની સંખ્યા વધીને ૩.૭૨ લાખ થવાની શક્યતા છે. જ્યારે લોકોની કુલ સંપત્તિ ૭.૫ ટકા વધીને ૪,૬૪,૩૨૨ અબજ રૂપિયા થવાની શક્યતા છે.

ક્રેડીટ સ્વિસ ગ્લોબલ વેલ્થ રીપોર્ટમાં જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૦૦થી ભારતના લોકોની સંપત્તિ દર વર્ષે ૯.૯ ટકાના સરેરાશ દરથી વધી છે. જ્યારે વૈશ્વિક સરેરાશ ૬ ટકાની છે. ભારતીય નાગરીકોની સંપત્તિમાં ૪૫૧ અબજ ડોલરનો વધારો થયો છે. તેમજ સૌથી વધુ સંપત્તિ ધરાવતા લોકો મામલે ભારત દુનિયામાં ૮માં ક્રમે છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે, એક તરફ ભારતમાં લોકોની સંપત્તિમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જોકે, તેમાં દરેક વ્યક્તિ જોડાયેલો નથી. ભારતમાં હજી પણ ભયંકર ગરીબીનુ પ્રમાણ છે. રીપોર્ટ મુજબ, ૯૨ ટકા વૃદ્ધો પાસે ૬,૫૩,૯૭૫ રૂપિયાથી પણ ઓછી સંપત્તિ છે. બીજીબાજુ માત્ર ૦.૫ ટકા લોકો પાસે ૬૫,૩૯,૭૫૦ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તી હોવાના કારણે આ ૦.૫ની સંખ્યા ૪૨ લાખે પહોંચે છે. ભારતમાં ૩,૪૦,૦૦૦ લોકો એવા છે જે દુનિયાના સૌથી ધનવાન ૧ ટકા લોકોમાં સામેલ થાય છે. રીપોર્ટ મુજબ, ૧૮૨૦ ભારતીયો એવા છે કે જેમની પાસે ૫ કરોડથી વધુની સંપત્તિ છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.