ઘુસણખોરોને રોકવા ભારતે ઉભી કરી દીધી અદ્રશ્ય દીવાલ

૫.૫ કિલોમીટરની બોર્ડરને કવર કરશે ઈલેક્ટ્રોનિક દીવાલ : સુરક્ષાદળોને સુરંગ અંગે તરત માહિતી મળશે
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:31:15 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:31:15 +0530

પાકિસ્તાની ઘુસણખોરોની હવે ખેર નથી

પાકિસ્તાનમાંથી ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે હવે ભારતે આંતરરાષ્ટ્રીય સીમા પર ઈલેક્ટ્રોનિક દીવાલ ઉભી કરી દીધી છે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદના બે ભાગોમાં પોતાની રીતની આ પ્રથમ હાઈ-ટેક સર્વિલન્સ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આની મદદથી જમીન, પાણી અને હવામાં એક અદ્રશ્ય ઈલેક્ટ્રોનિક બેરીયર હશે, જેનાથી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ને ઘુસણખોરને ઓળખવામાં અને સંવેદનશીલ વિસ્તારમાં ઘુસણખોરીને રોકવામાં મદદ મળશે.

ગૃહ મંત્રી રાજનાથસિંહ સોમવારે જમ્મુમાં બે પાયલટ પ્રોજેક્ટને લોન્ચ કરશે.  એક પ્રોજેક્ટ અંતર્ગત જમ્મુના ૫.૫ કિલોમીટરનો બોર્ડર કવર થશે. આ પ્રણાલીને કોમ્પ્રિહેન્શિવ ઈંટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઈબીએમએસ) નામ આપવામાં આવ્યુ છે.

મહત્વનુ છે કે પાકિસ્તાન તરફથી અવાર નવાર રાત્રિના સમયે અને આવા વિસ્તારથી ઘુસણખોરી કરવામાં આવે છે જ્યાં વિસ્તાર સમતળ નથી. હવે સીઆઈબીએમએસ અંતર્ગત કેટલાક આધુનિક સર્વિલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં થર્મલ ઈમેજર, ઈન્ફ્રા-રેડ અને લેઝર બેસ્ડ ઈંટ્રૂડર એલાર્મની સુવિધા હશે, જેની મદદથી એક અદ્રશ્ય જમીની વાડ, હવાઈ દેખરેખ માટે એરશિપ, નાયાબ ગ્રાઉન્ડ સેન્સર લાગેલ હશે, જે ઘુસણખોરોની કોઈપણ હિલચાલને જાણીને સુરક્ષાદળોને સૂચના આપી દેશે. તેમજ આની મદદથી ઘુસણખોર દ્વારા જો સુરંગ ખોદવામાં આવતી હશે તો પણ તેની માહિતી સુરક્ષાદળો સુધી પહોંચી જશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.