ભારત બન્યો દુનિયાનો સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ

દેશમાં હજી સુધી ડિફેન્સ ટેકનોલોજીનો વિકાસ ન થતા ભારતીય આર્મી હથિયાર માટે અન્ય દેશો પર નિર્ભર
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 16:43:17 +0530 | UPDATED: Wed, 14 Mar 2018 22:58:12 +0530

કુલ હથિયાર ખરીદીમાં ભારતનો હિસ્સો ૧૨ ટકા

ભારત હજી સુધી પોતાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રી વિકસીત કરી શક્યુ નથી. જેના કારણે હથિયારો મામલે ભારત આજે પણ બીજા દેશો પર નિર્ભર છે. આ સાથે જ ભારત દુનિયામાં સૌથી વધુ હથિયારો અને રક્ષા સાધનો આયાત કરતો દેશ બની ગયો છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન દુનિયામાં કુલ શસ્ત્રોની આયતમાં એકલા ભારતની ભાગીદારી ૧૨ ટકા છે. દેશમં સુરક્ષા સબંધીત સાધનોનુ નિર્માન ન કરી શકવાને કારણે ભારતીય સેનાએ હથિયારો અને અન્ય રક્ષા સાધનો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવુ પડે છે.

આતંરાષ્ટ્રીય આર્મ્ડ ટ્રાંસફર્સ દ્વારા જાહેર કરવમાં આવેલ ડેટા મુજબ ભારત દ્વારા ખરીદી કરવામાં આવતા હથિયારોના પ્રમાણમાં ૨૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હથિયારો ખરીદી કરતા ટોચના દેશોમાં ભારત બાદ સાઉદી અરબ, મિશ્ર, યુએઈ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જીરિયા, ઈરાક, પાકિસ્તાન અને ઈન્ડોશીયાનો ક્રમ આવે છે. ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન ભારત હથિયારોની કુલ ખરીદીમાં ૬૨ ટકા હથિયાર એકલા રશિયા પાસેથી ખરીદ્યા છે. ત્યાર બાદ ૧૫ ટકા હથિયાર અમેરિકા અને ૧૧ ટકા હથિયાર ઈઝરાઈલ પાસેથી ખરીદ્યા છે.

ભારત ઈઝરાઈલ અને રશિયામાં સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ છે. તેમજ ચીનની વિદેશ નિતી સાથે ટક્કર લેવા માટે અમેરિકાએ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત પ્રત્યેના પોતાના વલણમાં પરિવર્તન કર્યુ છે. જેના કારણમાં અમેરિકાથી આયાત કરતા હથિયારોના પ્રમાણમાં ૫૫૭ ટકાનો વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં ભારત અને અમેરિકા વચ્ચે ૧૫ બિલીયન ડોલર્સની હથિયાર ડીલ થઈ છે. તેમજ હથિયાર નિકાસ કરતા દેશોમાં ચીન ખૂબ જ ઝડપથી ઉભરી રહ્યુ છે. તે અત્યારે દુનિયામાં પાંચમાં ક્રમે પહોંચ્યુ છે.
Also Read: 

ભારતીય સેના પાસે ૬૮ ટકા હથિયારો આઉટ ડેટેડ :રીપોર્ટ

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.