આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય પ્રવાસનને બે સમ્માન મળ્યા

ભારતને ઓસ્ટ્રેલિયા અને એશિયાન કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ પવેલિયનનો એવોર્ડ મળ્યો : બર્લિનમાં યોજાયો સમારો
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 13:37:21 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 22:47:37 +0530

વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો

ભારતમાં એકબાજુ સ્થાનિક મુસાફરની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજીબાજુ વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. તાજેતરમાં જ જર્મનીના બર્લિન ખાતે આયોજિત ઈન્ટરનેશનલ ટુરીઝમ બોર્સમાં ભારતને ટુરીઝમ ગતિવિધિ માટે બે સન્માન આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ દેશોના ટુરીઝમ વિભાગોએ ભાગ લીધો હતો. જ્યાં ભારતને ઓસ્ટ્રેલિયા અને એશિયાન કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ પવેલિયનનુ સમ્માન મળ્યુ છે.

ભારતીય પવેલિયનમાં લગભગ ૫૦ ટકા સ્ટોક હોલ્ડર્સે ભાગ લીધો હતો.બીજીબાજુ થોડા દિવસ પહેલા આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય પર્યટન પર આધારીત એક પ્રચાર ફિલ્મ લોન્ચ કરાઈ હતી, માત્ર ૫ દિવસની અંદર જ સોશિયલ મીડિયા પર આ પ્રચાર ફિલ્મને ૭૦ લાખથી વધુ વ્યુ મળ્યા છે જે પોતાની જાતે જ એક રેકોર્ડ છે.

આ પ્રસંગે વડાપ્રધઆન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે ભારતનો પર્યટન વિકાસ દર અન્ય દેશોની તુલનામાં ઘણો વધારે છે. તેમણે જણાવ્યુ હતું કે વર્ષ ૨૦૧૭માં ભારતમાં વિદેશી પર્યટકોની આવકમાં ૧૫.૬ ટકાનો વધારો થયો છે. ૨૦૧૭માં ૧૦.૧૮ મિલીયન વિદેાશી પ્રવાસીઓ ભારત આવ્યા હતા. મહત્વનુ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર  ભારતની ઈમેજ બિલ્ડિંગ અનેતેના પ્રચાર માટે કેન્દ્ર સરકારે એક ખાનગી પીઆર એજન્સી હાયર કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.