વર્લ્ડ કપ માટેની ટીમ હવે મળી ગઇ

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડની જમીન પર ડંકો વગાડી દીધા બાદ મત...
By: admin   PUBLISHED: Sat, 09 Feb 2019 14:51:02 +0530 | UPDATED: Sat, 09 Feb 2019 14:51:02 +0530

વર્લ્ડ કપમાં સતત શાનદાર દેખાવ કરતી રહેલી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવુ મહત્વપૂર્ણ છે

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને તેમની જમીન પર પરાજિત કરીને ભારતીય ટીમે દુનિયામાં ડંકો વગાડી દીધો છે. ટીમ ઇન્ડિયાના નૈતિક જુસ્સાને આસમાન પર પહોંચાડી દેવામાં સફળતા મળી છે. બંને ટીમોને તેમના હોમ ગ્રાઉન્ડ પર પરાજિત કરવાની બાબત ખુબ ઉપયોગી છે. કારણ કે આ બંને ટીમો વર્લ્ડ કપમાં સતત સારો દેખાવ કરતી રહી છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો નૈતિક જુસ્સો આસમાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તો રેકોર્ડ પાંચ વખત વિશ્વ ચેમ્પિયન બની ચુકી છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ પણ અનેક વખત વર્લ્ડ કપમાં સેમીફાઇનલ સુધી પડકાર ફેંકતી રહી છે.

વર્ષ ૨૦૧૫માં યોજાયેલા છેલ્લા વર્લ્ડ કપમાં તે રનર્સ અપ રહી હતી. ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં શાનદાર દેખાવથી ખુબ મદદ મળશે. હવે કહી શકાય છે કે વર્લ્ડ કપ માટે અમને એક મજબુત અને ફેવરીટ ટીમ મળી ગઇ છે. જે ટીમની અમને જરૂર હતી તે ટીમ મળી ગઇ છે. કેપ્ટન વિરાટ કોહલીએ બંને સિરિઝમાં તેની કેપ્ટનશીપની સાથે સાથે બેટિંગની કુશળતા દર્શાવી છે. સફળતાના મામલામાં તે વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી ક્લાઇવ લોઇડ બાદ બીજી સ્થાને આવી ગયો છે. લોઇડે ૮૪ મેચોમાં વિન્ડીઝ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. જેમાં ૬૪માં જીત મેળવી હતી.

૧૮માં તેમની હાર થઇ હતી. તેમની સફળતાની ટકાવારી ૭૭.૭૧ ની રહી હતી. બીજી બાજુ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ૬૩ મેચોમાં કેપ્ટનશીપ કરી છે જે પૈકી ૪૭માં જીત અને ૧૪માં હાર થઇ છે. વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેની સફળતાની ટકાવારી ૭૬.૬૧ ટકા રહી છે. વર્લ્ડ કપની દ્રષ્ટિએ ભારતીય ટીમને હવે દરેક પોઝિશન માટે સારા ખેલાડી મળી ગયા છે. મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકિપર તરીકે રમવાથી અને તેની બેટિંગ ચોથા નંબરને લઇને ચિંતા પહેલા થતી રહી છે. જો કે હવે આ ચિંતા દુર થઇ રહી છે. કારણ કે તે હાલમાં જોરદાર ફોર્મમાં હોવાની સાબિતી આપી ચુક્યો છે.

ધોની વર્ષ ૨૦૧૮માં રમાયેલી ૨૦ મેચોમાં અપેક્ષા મુજબની બેટિંગ કરી ન હતી. જો કે હવે ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ પ્રવાસમાં તે પોતાની કુશળતા સાબિત કરી ચુક્યો છે. તે હાલમા ટિકા કરનાર લોકોના પણ પસંદગીના બેટ્‌સમેન તરીકે ઉભરી આવ્યો છે.  ધોનીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ત્રણ મેચોમાં ત્રણ અડધી સદી કરીને તમામ ટિકાકારોને જવાબ આપ્યો હતો. તે મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો. ટીમ ઇન્ડિયાની સૌથી મોટી સમસ્યા ચોથા નંબરની રહી છે. કેટલાક બેટ્‌સમેનોનો પ્રયોગ કર્યા બાદ હવે રાયડુ પર સોઇ રોકાઇ ગઇ છે. રાયડુ ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં ફ્લોપ રહ્યો હતો. જ્યારે ન્યુઝીલેન્ડના પ્રવાસમાં તે સફળ સાબિત થયો છે.

હાર્દિક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ લાગ્યુ હતુ કે ટીમમાં તાલમેળ બગડી જશે પરંતુ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. હાર્દિક પંડ્યા વિસ્ફોટક બેટ્‌સમેન તરીકે ઉભરી આવ્યો છે. હાર્દિકને સામેલ કરવામાં આવ્યા બાદ ટીમ પાંચ બેટ્‌સમેનો સાથે મેદાનમાં ઉતરી શકે છે. તેમની સાથે જશપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામી રમે તેવી પ્રબળ શક્યતા છે.

કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ બોલિંગમાં શાનદાર રહ્યો છે. યોગ્ય રીતે કહેવામાં આવે તો બુમરાહ અને કુલદીપ વિશ્વ કપ જીતાડી દેવામાં ભારત માટે ટ્‌મ્પકાર્ડ બની શકે છે. આ એવા બોલર છે જે જો પીચની થોડીક પણ મદદ મળે તો કમાલ કરી શકે છે. ટીમમાં તેમની સાથે શમી અને ચહેલ મળી જાય તો સોને પે સુહાગા હોઇ શકે છે.

રોહિત શર્મા અને શિખર ધવન હાલમાં ઓપનિંગમાં લાંબી ભાગીદારી કરી શક્યા નથી પરંતુ તેમની જોડી વર્લ્ડમાં બેસ્ટ હોવાની માહિતી મળી છે. બંને હાલમાં જોરદાર રંગમાં છે. પૃથ્વી શો ત્રીજા સ્થાને જોરદાર દેખાવ કરી શકે છે પરંતુ તે હાલમાં ઘાયલ છે. ભારતીય ટીમ વિશ્વમાં અન્ય તમામ ટીમો કરતા વધારે હોટફેવરીટ છે તેમાં કોઇ બે મત નથી. ભારતીય ટીમ  વર્લ્ડ કપ જીતવા માટે હાલમાં સૌથી ફેવરીટ ટીમ હોવાનો દાવો કોઇ પણ ભારતીય ચાહકો કરી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.