પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ૧૦૩ રને શાનદાર વિજય

ઓસ્ટ્રેલિયાના ૩૪૭ રનના જવાબમાં બોર્ડ પ્રેસિડેન્ટ ૧૧ની ટીમ ૪૮.૨ ઓવરમાં ૨૪૪ રન બનાવી ઓલઆઉટ
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 23:09:41 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 23:10:37 +0530

વોશિંગ્ટન સુંદરે બોલિંગથી તમામને પ્રભાવિત કર્યા

ઓસ્ટ્રેલિયાએ પોતાના ભારત પ્રવાસની શરુઆત શાનદાર રીતે કરતા બોર્ડ પ્રેસિડેન્ટ-૧૧ સામેની પ્રેક્ટિસ મેચમાં ૧૦૩ રને વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલ ૩૪૮ રનના વિશાળકાય લક્ષ્યાંકના જવાબમાં બોર્ડ પ્રેસિડેન્ટ-૧૧ની ટીમ ૪૮.૨ ઓવરમાં ૨૪૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બોર્ડ પ્રેસીડેન્ટ-૧૧ તરફથી ગોસ્વામીએ ૪૩ રન બનાવ્યા હતા. જ્યારે મયંક અગ્રવાલે ૪૨, કેપ્ટન ગુરક્રિતમાને ૨૭, કાર્નેશ્વરે ૪૦ અને કેડી પટેલે અણનમ ૪૧ રન બનાવ્યા હતા.  જ્યારે રાહુલ ત્રિપાઠીએ ૭, નીતિશ રાણાએ ૧૯, શિવમ ચૌધરીએ ૪ અને વોશિંગ્ટન સુંદરે ૧૧ રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી અગરે ૪ અને રીચર્ડસને ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે ફોલ્કનર, ઝમ્પા અને સ્ટોઈનીસે ૧-૧ વિકેટ લીધી હતી.

આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૩૪૭ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઈનિસે શાનદાર ૭૬ રનની ઈનિંગ રમી હતી. જ્યારે ડેવીડ વોર્નરે ૬૪, કેપ્ટન સ્મિથે ૫૫, હેડે ૬૫ અને વેડે ૪૫ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને ઓપનર કાર્ટરાઈટ ખાતુ ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

જોકે ત્યારબાદ વોર્નર અને સ્મિથે મળીને ૧૦૬ રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબુત વાપસી કરાવી હતી. જ્યારે બોર્ડ પ્રેસિડેન્ટ -૧૧ તરફથી વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરતા ૮ ઓવરમાં ૨૩ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. જોકે તેને અન્ય કોઈ બોલરનો સાથ મળ્યો નહતો. સુંદર ઉપરાંત કેડી પટેલે પણ બે વિકેટ લીધી હતી. જ્યારે કાર્નેશ્વર, આવેષ ખાન, કુલવંતે ૧-૧ વિકેટ ઝડપી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.