ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન સ્કવોડની જાહેરાત, કોણ આઉટ થયું જાણો

પ્રવાસનો કાર્યક્રમ...
By: admin   PUBLISHED: Thu, 07 Feb 2019 14:29:39 +0530 | UPDATED: Thu, 07 Feb 2019 14:29:39 +0530

ઓસ્ટ્રેલિયાએ 24 ફેબ્રુઆરીથી શરૂ થનારા પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. મર્યાદિત ઓવરની આ શ્રેણીમાંથી મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શ બન્ને બહાર કરાયા છે, જ્યારે કેપ્ટનપદે એરોન ફિન્ચ યથાવત રાખવામાં આવ્યો છે.

ઈજાને કારણે 29 વર્ષીય સ્ટાર ફાસ્ટ બોલર સ્ટાર્કને આ પ્રવાસથી પડતો મુકાયો છે જ્યારે ઓલરાઉન્ડર મિશેલ માર્શને ટીમમાં સ્થાન જ મળ્યું નથી. સ્ટાર્કને શ્રીલંકા સામે કેનબેરામાં રમાયેલી દ્વિતિય ટેસ્ટના અંતિમ દિવસે બોલિંગ કરતાં સમયે ઈજા પહોંચી હતી.

27 વર્ષના ફાસ્ટ બોલર કેન રિચર્ડસને જૂન 2018 પછી ટીમમાં રી-એન્ટ્રી કરી છે. બિગ બૈશ લીગ 2018-19માં અત્યાર સુધી સર્વાધિક 22 વિકેટ લેવા બદલ તેને આ ઈમાન મળ્યું છે. મિશેલ માર્શ ઉપરાંત પીટર સિડલ અને બિલી સ્ટેનલેકને પણ ટીમમાંથી પડતા મુકવામાં આવ્યા છે. જેઓ પાછલા મહિને ઓસ્ટ્રેલિયામાં ભારત સામેની મેચમાં ટીમમાં સામેલ હતા.

રાષ્ટ્રીય ટીમ સિલેક્ટર ટ્રેવર હોન્સે જણાવ્યું હતું કે ખભા, કોણી અને છાતીમાં ખેંચાવને કારણે સ્ટાર્ક ભારત પ્રવાસ માટે ફિટ નથી પરંતુ માર્ચમાં સંયુક્ત આરબ અમીરાતમાં પાકિસ્તાન સામે રમાનારી વન-ડે સીરીઝ સુધી તે પાછો આવી જશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ટી-20 મુકાબલા સાથે ભારત પ્રવાસનો પ્રારંભ કરશે અને ત્યાર પછી પાંચ વનડે મેચની સીરિઝ રમવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા - T20I/ODI સ્કવોડ

એરોન ફિન્ચ (કેપ્ટન), પેન્ટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોફ, નાથન કૂલ્ટર નાઇલ, પીટર હેન્ડસકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝે રિચર્ડસન, કેન રિચર્ડસન, ડાર્સી શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર, એડમ ઝામ્પા.

પ્રવાસનો કાર્યક્રમ

પ્રથમ ટી-20: 24 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ

દ્વિતિ ટી-20: 27 ફેબ્રુઆરી, બેંગાલુરુ

પ્રથમ વન-ડે: 2 માર્ચ, હૈદરાબાદ

દ્વિતિય વન-ડે: 5 માર્ચ, નાગપુર

ત્રીજી વન-ડે: 8 માર્ચ, રાંચી

ચોથી વન-ડે: 10 માર્ચ, મોહાલી

પાંચમી વન-ડે: 13 માર્ચ, દિલ્હી

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.