ભારતમાં આંધ્રપ્રદેશમાં બિઝનેસ કરવો સૌથી સરળ

વર્લ્ડ બેંકના સહયોગથી કેન્દ્ર સરકારે તૈયાર કરી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની યાદી : દિલ્હી ૨૩માં ક્રમાંકે
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 00:20:48 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 00:21:00 +0530

ગુજરાત પાંચમાં ક્રમાંકે

વેપાર કરવા માટે સરળતા મુદ્દે જાહેર કરાયેલ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેકીંગમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોને પછાડીને આંધ્રપ્રદેશે બાજી મારી લીધી છે. જ્યારે આ યાદીમાં તેલંગાણા બીજા અને હરીયાણા ત્રીજા ક્રમાંકે છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો હેતુ રોકાણકારો માટે ક્યાં સારી સુવિધા ઉપલબ્ધ છે તે માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. 

કેન્દ્ર સરકારે વર્લ્ડ બેંકની મદદથી ભારતના રાજ્યોની આ યાદી તૈયાર કરી છે. જેમાં કંપની શરૂ કરવા માટે મંજુરી મળવાની પ્રક્રિયા, તેના સંચાલન માટેના નિયમો, બેંક લોનની ઉપલબ્ધતા, કાયદાકીય ગુંચવણો, શ્રમિકોની ઉપલબ્ધતા અને તેમને લગતા કાયદાઓ, પર્યાવરણ ક્લીયરન્સ વગેરે બાબતોનો સર્વે કરવામાં આવે છે. આ રેકીંગમાં ગુજરાતને ૫મો ક્રમાંક આપવામાં આવ્યો છે, જ્યારે ચોથા ક્રમાંકે ઝારખંડ છે. છઠ્ઠા ક્રમે છત્તીસગઢ, સાતમાં ક્રમાંકે મધ્યપ્રદેશ, આઠમાં ક્રમાંકે કર્ણાટક, નવમાં ક્રમાંકે રાજસ્થાન અને ૧૦માં ક્રમાંકે પશ્ચિમ બંગાળ છે.

આ યાદીમાં ભારતની રાજધાની એવી દિલ્હીને ૨૩મો ક્રમ મળ્યો છે. ૧૦૦ પોઈન્ટના આધારે કરવામાં આવેલ આ સર્વેમાં દેશના ૧૭ રાજ્યોને ૯૫ ટકાથી વધુ પોઈન્ટ મળ્યા છે. જ્યારે દિલ્હીને માત્ર ૩૩.૯૯ ટકા પોઈન્ટ મળ્યા છે. સર્વેમાં જણાવાયુ છે કે ભારતમાં ૨૧ રાજ્યોએ બિઝનેસની મંજુરી માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સિસ્ટમ શરુ કરી છે. જ્યારે અન્ય રાજ્યોએ હજી આ સિસ્ટમ શરુ કરી નથી. ૨૦૧૫માં પ્રથમ વકત આ રેકીંગ જાહેર કરાઈ હતી. જેમાં દિલ્હી ૧૯માં ક્રમાંકે હતુ. ત્યારબાદ તે ૨૧માં ક્રમાંકે ધકેલાયુ અને હવે ૨૩માં ક્રમે ધકેલાયુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.