Wednesday,19 September 2018,08:34:58

અકસ્માતમાં ટુ વ્હિલરથી થતા મોતમાં ૫૦ ટકાનો વધારો

સારા આઈએસઆઈ માર્કાવાળા હેલમેટ ફરજીયાત કરાય તો ટુ વ્હિલરથી થતા મોત ૭૦ ટકા ઘટી શકે છે
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 16:01:40 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 16:01:40 +0530

ડબ્લ્યુએચઓએ કર્યો દાવો

ભારતમાં માર્ગ દુર્ઘટનાઓના કારણે થતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં ટુ-વ્હીલર ચાલકોના મોતનો આંકડો સૌથી વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજર (ડબલ્યુએચઓ)ના સાઉથ ઈસ્ટ એશિયન રીઝનના એડવાઈઝર પતંજલિ દેવ નાયરે જણાવ્યુ કે, ભારતમાં ૫૦ ટકાથી વધુ મોત ટુ વ્હિલર ચાલકના થાય છે. 

તેમણે જણાવ્યુ કે, માર્ગદુર્ઘટનાના અનેક કારણ હોય છે. ભારતમાં લોકો સારા હેલમેટ પહેરતા નથી તેમજ બાઈક પર બેથી વધુ સવારી બેસાડે છે, સ્પીડ પણ વધુ રાખે છે. આ ઉપરાંત બાઈકમાં સાડી ફસાઈ જવી, બાઈક સ્લીપ ખાઈ જવુ જેવી બાબતનો સમાવેશ થાય છે. રોડ અકસ્માતમાં થતા મોતની સંખ્યા ટીબીથી મરતા લોકો કરતા પણ વધુ છે. ભારતમાં ટીબી અને એચઆઈવીથી જેટલા મોત નથી થતા તેટલા મોત માર્ગ અકસ્માતમાં થાય છે.

ડબ્લ્યુએચઓએ જણાવ્યુ હતું કે, ભારત જો ડ્રાઈવીંગ સ્પીડ, ક્વોલીટી ઓફ ટ્રાંસપોર્ટ, રોડ ડિઝાઈન અને ઈન્ફોર્સમેન્ટમાં ધ્યાન આપે તો આ મોતના આંકડામાં ઘટાડો થઈ શકે છે. માત્ર સારા હેલમેટની ક્વોલીટીમાં ભાર આપવામાં આવે તો પણ ટુ વ્હિલર ચાલકોના થતા મોતમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. ભારતમાં મોટાભાગના વાહનચાલકો હેલમેટ પહેરતા નથી, તેમજ જે લોકો હેલમેટ પહેરે છે તેમાંથી પણ ૫૦ ટકાથી વધુ હેલમેટ આઈએસઆઈના માર્કાવાળા હોતા નથી.  ભારતમં નોન આઈએસઆઈ હેલમેટનુ બજાર ભરેલુ છે. સરકારે તેના પર પ્રતિબંધ મુકવો જોઈએ.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.