ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીત...૧૯૪૭-૪૮ બાદથી પ્રથમ વખત જીત થઇ

૧૯૪૭-૪૮માં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ૪-૦થી જીત મેળવી
By: admin   PUBLISHED: Mon, 07 Jan 2019 21:09:42 +0530 | UPDATED: Mon, 07 Jan 2019 21:09:42 +0530

સિડની,

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વરસાદ અને ખરાબ હવામાનના કારણે ભારત આજે જીતથી વંચિત રહી ગયુ હતુ. જો કે ભારતે ૭૨ વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેના ૭૨ વર્ષના ઇન્તજારનો પણ અંત આવી ગયો હતો. ભારતીય ટીમે હવે ઓસ્ટ્રેલિયામાં પણ ડંકો વગાડ્યો હતો. સમગ્ર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં શાનદાર દેખાવ કરવા બદલ ચેતેશ્વર પુજારાની મેન ઓફ ધ મેચ અને સિરિઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી.ભારતીટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ડંકો વગાડી દીધો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં જે ટેસ્ટ શ્રેણી રમી છે તે ટેસ્ટ શ્રેણીના પરિણામ નીચે મુજબ છે.

૧૯૪૭-૪૮માં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ૪-૦થી જીત મેળવી

૧૯૭૭-૭૮ની શ્રેણીમાં ચાર ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાએ ૪-૦થી જીત મેળવી

૧૯૬૭-૬૮માં ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ૪-૦થી જીત મેળવી

૧૯૭૭-૭૮માં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ૩-૨થી જીત મેળવી

૧૯૮૦-૮૧માં ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૧-૧થી બરોબર રહી

૧૯૮૫-૮૬માં ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૦-૦થી બરોબર રહી

૧૯૯૧-૯૨માં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ૪-૦થી જીત

૧૯૯૯-૦૦માં ત્રણ ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાએ ૩-૦થી જીત મેળવી

૨૦૦૩-૦૪ની શ્રેણીમાં ચાર ટેસ્ટ મેચોમાં શ્રેણી ૧-૧થી બરોબર રહી

૨૦૦૭-૦૮ની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ૨-૧થી જીત મેળવી

૨૦૧૧-૧૨ની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ ૪-૦થી જીત મેળવી

૨૦૧૪-૧૫ની શ્રેણીમાં ચાર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીત મેળવી

૨૦૧૮-૧૯માં ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.