ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું તે મારૂ સૌથી મોટી સિદ્ધિ : વિરાટ કોહલી

ટીમની જીત પર મને ગર્વ થાય છે : વિરાટ કોહલી
By: Monika Vyas   PUBLISHED: Mon, 07 Jan 2019 13:57:57 +0530 | UPDATED: Mon, 07 Jan 2019 13:57:57 +0530


સિડની

ઓસ્ટ્રિલિયાને તેની ધરતી પર પહેલીવાર સીરીઝ હરાવ્યા પછી કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ તેની કરિયરનું સૌથી મોટુ અચીવમન્ટ છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી ટેસ્ટ સીરીઝની હાર આપી છે.ઓસ્ટ્રેલિયાને સીરીઝમાં પહેલીવાર હાર આપનાર વિરાટ કોહલી પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે.આ ઐતિહાસિક વિજય પછી વિરાટ કોહલીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું તે તેની ટીમની સૌથી મોટી સિદ્ધી છે.આ વિજય પછી ટીમને નવી ઓળખ મળી છે.

મેચ જીત્યા બાદ યોજાયેલ કાર્યક્રમમાં વિરાટે કહ્યું કે અમે દુનિયાની ટોચ પર રહેવા માંગીએ છીએ.આ સીરીઝની જીતના કારણે અમેનવી ઉંચાઇ પ્રાપ્ત કરી છે.અમે જે મેળવ્યું છે તેના કારણે અમને ગૌરવ થાય છે.મારે ખાલી એટલું કહેવું છે કે મને ગૌરવ થઇ રહ્યું છે.આ ટીમનું નેતૃત્વ કરવાથી તમારૂ સન્માન વધે છે.

વિરાટ કોહલીએ મેન ઓફ સીરીઝ બનેલા ચેતેશ્વર પુજારાના વખાણ કરતાં કહ્યું કે આ ખેલાડી દરેક ચેલેન્જને ઉપાડી લે છે.આ સૌથી સૌથી સરળ સ્વભાવનો ખેલાડી છે. હું તેના માટે ખુશ છું.

કોહલીએ આ સિરીઝ ધમાકેદાર શરૂઆત કરનાર ઓપનર મયંક અગ્રવાલના પણ વખાણ કરતાં કહ્યું કે બોક્સિંગ ડે ટેસ્ટમાં તે ચેમ્પિયનની જેમ રમ્યો. આ તેની માનસિક દ્રઢતાનો પરિચય આપે છે. તેણે કહ્યું કે, એક બેટિંગના યુનિટની જેમ અમે બધાએ સારૂ પ્રદર્શન કર્યું.

 

કોહલીએ પોતાનો બોલરોનો પણ વખાણ કર્યા હતા. વિરાટે કહ્યું કે બોલરોએ અહીં જ નહીં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. મેં પહેલાં આવું જોયું નથી. ટીમની ફિટનેસ અને માનસિક ક્ષમતા શાનદાર રહી. હું તેને સલામ કરૂ છું.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.