આઈફા એવોર્ડ સમારોહમાં પર્ફોમન્સ આપશે રેખા

સમારોહમાં રેખા ઉપરાંત અભિનેતા બોબી દેઓલ પણ પર્ફોમ કરવાનો છે
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 17:42:33 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 17:42:33 +0530

મુંબઈ,

બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખા આશરે ૨૦ વર્ષ બાદ કોઈ એવોર્ડ સમારોહમાં પર્ફોમન્સ કરવા જઈ રહી છે. ચાલુ વર્ષે આઈફા એવોર્ડ સમારોહમાં રેખા પોતાના તમામ સુપરહિટ ગીતો પર જલવો બિખરે પોતાના પ્રશંસકોને મંત્રમુગ્ધ કરવાની તૈયારીમાં છે.

મુંબઈમાં આયોજિત આ એવોર્ડ સમારોહની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના પર્ફોમન્સને લઈ રેખાએ જણાવ્યુ કે, તે પોતાના કયા ગીતો પર ડાંસ કરશે તે પરથી પડદો એવોર્ડ સમારોહના દિવસે જ ઉઠશે, ત્યાં સુધી મારી જેમ આ વાતને પણ મિસ્ટ્રી જ રહેવા દો તો સારુ.

સુત્રોના જણાવ્યા મુજબ, આ વખતના આઈફા એવોર્ડ સમારોહમાં રેખા ઉપરાંત અભિનેતા બોબી દેઓલ પણ પર્ફોમ કરવાનો છે. રેખા ૨૦ વર્ષ બાદ કોઈ એવોર્ડ સમારોહમાં પર્ફોમ કરશે, જે આ વખતના આઈફા એવોર્ડની સૌથી મોટી વાત હશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.